સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 17 જુલાઈ 2021 (11:21 IST)

Flood in Europe: યૂરોપમાં પૂરનો કહેર, અત્યાર સુધી 120થી વધુ લોકોના મોત, બચાવ અભિયાન ચાલુ

પશ્ચિમી જર્મની (Western Germany)અને બેલ્જિયમ ના અનેક વિસ્તારોમા આવેલ વિનાશકારી પૂર (Flood) માં 120થી વધુ લોકો માર્યા ગયાના સમાચાર છે. અધિકારીઓએ શુક્રવારે આ અંગેની માહિતી આપી. તેમણે કહ્યુ કે સેકડો લોકો લાપતા થઈ ગયા છે. અને ખતરાનો સામનો કરી રહ્યા છે. આ લોકોની શોધ અને મદદ માટે રાહત અભિયાન ચાલુ છે.  જર્મનીના રિનેલેંડ પલાટિનેટ રાજ્યમાં અધિકારીઓએ કહ્યુ કે ત્યા 60 લોકોના મોત થયા, જેમા 12 લોકો સિનજિગમાં દિવ્યાંગ આશ્રમ કેન્દ્રમાં રહેનારા હતા. પડોસના ઉત્તર રિને-વેસ્ટફાલિયા રાજ્યના અધિકારીઓએ મૃતક સં&ખ્યા 43 બતાવી છે અને ચેતાવણી રજુ કરી છે કે મૃતક સંખ્યા વધી શકે છે. 
 
જર્મનીના રાષ્ટ્રપતિ ફૈંક-વાલ્ટર સ્ટીનમેયર (Frank-Walter Steinmeier) એ કહ્યુ કે તે પૂરને કારણે વિનાશ સાથે સ્તબ્ધ છે અને લોકોને માર્યા ગયેલા લોકોના પરિજનો અને આ વિપદામાં વ્યાપક નુકશનાનો સામનો સહન કરનારા શહેરો અને ગામોની મદદ કરવાનો અનુરોધ કર્યો.  સ્ટેનમેયરે શુક્રવારે બપોરે રજુ  કરેલા એક નિવેદનમાં કહ્યું, "આ મુશ્કેલ સમયમાં આપણો દેશ એક સાથે ઉભો છે." તે મહત્વનું છે કે આપણે એવા લોકો પ્રત્યે એકતા બતાવીએ કે જેમનુ આ આપદામાં બધુ જ છિનવાય ગયુ છે. 
 
મકાનો ઢસડવાથી વધુ લોકોના મોત 
 
 શુક્રવારે, બચાવકર્તા કોલોગ્ને  દક્ષિણપશ્ચિમમાં આવેલ એફ્સ્ટડ્યુટ શહેરમાં પોતાના ઘરોની અંદર ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પ્રાદેશિક અધિકારીઓએ કહ્યુ કે અનેક લોકો જમીન ઢસડવાથી  ઘણા લોકોનાં મોત નીપજ્યાં હતાં  કાઉન્ટી પ્રશાસનના પ્રમુખ ફૈંક રૉકે કહ્યુ, અમે ગઈકાલે રાત્રે 50 લોકોને તેમના ઘરોમાંથી કાઢી શક્યા, અમે એવા 15 લોકો વિશે જાણીએ છીએ જેમને હજી બચાવવાની જરૂર છે. જર્મન પ્રસારક એન-ટીવી સાથે વાત કરતા, રોકએ કહ્યું કે અધિકારીઓ પાસે હજી સુધી કેટલા લોકોના મોત થયા છે તેનો ચોક્કસ આંકડો નથી. તેમણે કહ્યું કે એવુ માનવુ પડશે કે કેટલાક લોકો બચવામાં સફળ નહી થઈ શક્યા 
 
સેંકડોની સંખ્યામાં લોકો પૂરને કારણે થયા ગાયબ 
 
અધિકારીઓએ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે જર્મનીમાં હજી પણ લગભગ 1,300 લોકો ગુમ છે, જોકે તેઓએ ચેતવણી આપી હતી કે વધુ આંકડાની માહિતી માર્ગ તૂટવા અને ફોન કનેક્શન ઠપ હોવાને કારણે લોકો સાથે સંપર્ક કરવામાં મોડુ  થવાનુ કારણ હોઈ શકે છે.  અધિકારીઓનુ કહેવુ કે આ લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
 
જર્મનીમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા પછી, બેલ્જિયમમાં સૌથી વધુ મોત થયા છે. બેલ્જિયમના ગૃહ પ્રધાન અન્નેલિયસ વિરલિન્ડને શુક્રવારે વીઆરટી નેટવર્કને જણાવ્યું હતું કે દેશમાં સત્તાવાર મૃત્યુની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે, જ્યારે 19 લોકો લાપતા હોવાનું નોંધાયું છે.