સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 3 મે 2024 (13:02 IST)

Brazil Flood Video - બ્રાઝિલમાં મુશળધાર વરસાદે મચાવી તબાહી, 29 લોકોના મોત 60થી વધુ લાપતા

rains in Brazil
rains in Brazil image twitter
બ્રાસીલિયા. બ્રાઝીલના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારમાં પૂર આવ્યુ છે અને સ્થિતિ બેકાબુ થતી જઈ રહી છે. સ્થિતિ એ છે કે બ્રાઝીલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાંડે ડો સુલમાં વરસાદથી મરનારાઓની સંખ્યા ગુરૂવારે રાત્રે વધીને 29 થઈ ગઈ જ્યારે કે 60 અન્ય લોકો હજુ પણ ગાયબ છે.  રાજ્યની નાગરિક સંરક્ષણ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એજન્સીએ અગાઉ વરસાદને કારણે 13ના મોત અને 21 ગુમ થયાની માહિતી આપી હતી. પૂરના કારણે રિયો ગ્રાન્ડે દો સુલમાં બધે જ પાણી દેખાય છે. ઘણા વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.


લોકોની દરેક શક્ય મદદ કરશે સરકાર 
પૂર પછી બનેલી ભયાનક પરિસ્થિતિ પછી હવે નાગરિક સુરક્ષા એજંસી તરફથી એવુ બતાવ્યુ છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઈજ એનાસિયો લૂલા દા સિલ્વાએ સ્થાનિક અધિકારીઓને મળવા અને પોતાની એકતા વ્યક્ત કરવા માટે ગુરૂવારે રાજ્યની મુલાકાત લીધી. તેમણે સોશિયલ મીડિયા મંચ એક્સ પર લખ્યુ આ વરસાદથી પ્રભાવિત થયેલા લોકોની જરૂરિયાત પુરી કરવા માટે અમારી સરકાર દરેક શક્ય પ્રયત્ન કરશે. 
 
લોકો મદદની રાહ જોઈ રહ્યા છે 
 નાગરિક સંરક્ષણ એજન્સી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વરસાદના કારણે 10,000 થી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. સોમવારથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. ભારે વરસાદને કારણે વહીવટીતંત્રે લોકોને ઉચ્ચ સ્થળોએ જવાની અપીલ કરી છે. પરિસ્થિતિ એવી છે કે હજારો લોકો તેમના પૂરગ્રસ્ત ઘરોમાંથી બચાવવાની રાહ જોઈ રહ્યા છે. સિવિલ ડિફેન્સ બુલેટિન અનુસાર 154 શહેરો કુદરતી આફતથી પ્રભાવિત થયા છે.