શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2016 (14:41 IST)

પાકિસ્તાનમાં વેચાઈ રહી છે 'ૐ' લખેલી ચપ્પલ, હિન્દુઓમાં નારાજગી

પાકિસ્તાનના સિંઘ શહેરમાં કેટલાક દુકાનકારો ૐ લખેલી ચપ્પલ વેચી રહ્યા છે. જેના કારણે દેશના અલ્પસંખ્યક હિન્દુ નારાજ થઈ ગયા છે અને તેમણે તેને દુર્ભાગ્યપુણ્ય ગણાવ્યુ અને ઈશ્વરની નિંદા કરનારુ બતાવ્યુ. પાકિસ્તાન હિન્દુ પરિષદના વડા રમેશકુમારે જણાવ્યુ છે કે, મેં સિંધ સરકાર પાસે ફરિયાદ નોંધાવી છે. એ દુર્ભાગ્યપુર્ણ છે કે, દુકાનદારો ઇદના પ્રસંગે આવા જોડા વેચી રહ્યા છે. આવા વેચાણથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે છે. સ્થાનિક હિન્દુઓએ પણ આનો વિરોધ કર્યો છે. સિંધના ટાન્ડોઆદમ શહેરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કેટલાક દુકાનદારો હિન્દુઓના પવિત્ર શબ્દ ઓમ લખેલા ચપ્પલ વેચી રહ્યા હોવાનુ બહાર આવ્યુ છે. આ પ્રકારના ચપ્પલ વેચવા પર હિન્દુઓએ ભારે નારાજી વ્યકત કરી છે. હિન્દુઓએ આને દુર્ભાગ્યપુર્ણ અને ધર્મ વિરોધી ગણાવેલ છે.
   .
   ઇદના પ્રસંગે છેલ્લા ત્રણ વર્ષોથી આ શહેરના કેટલાક દુકાનદારો આ પ્રકારના જોડા વેચી રહ્યા છે જેના પર હિન્દુઓનો પવિત્ર શબ્દ ઓમ લખેલો છે. આનો હેતુ સ્થાનિક હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો છે.
   હિન્દુઓએ આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો છે અને આવા વેચાણ ઉપર પ્રતિબંધની માંગણી કરી છે. આવા ચપ્પલની તસ્વીરો સોશ્યલ મીડીયામાં પ્રસરી રહી છે.