મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 15 જૂન 2019 (10:27 IST)

SCO- સમ્મેલનમાં ઈમરાન ખાનની હરકતોના દુનિયાભરમાં ઉડયું મજાક-જાણો શું થયું..

બિશ્કેક (કિર્ગીસ્તાન) પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનએ શંઘાઈ સહયોગ સમ્મેલન (SCO) માં જે હરકત કરી તેનો આખી દુનિયામાં ખૂબ મજાક ઉડી રહ્યું છે. ઈમરાનના વ્યવહાર પર સોશિયલ મીડિયા પર લોકો ચટખારા લઈને કમેંટસ કરી રહ્યા છે. પોતે પાકિસ્તાનમાં પણ તેમની ખૂબ મજાક બની રહી છે. કારણકે તે આ સમ્મેલનના ઉદ્ઘાટન અવસર પર શિષ્ટાચાર ભૂલી ગયા હતા. 
ગુરૂવારે એસસીઓ સમ્મેલનનો શુભારંભ હતું અને તે સમયે સમિટ હૉલમાં નરેન્દ્ર મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન સાથે નેતાઓના પરિચય અપાયું અને પછી બધાને ક્રમાનુસાર હૉલમાં પ્રવેશ કર્યું. પરંપરા મુજબ બધા નેતાઓના આગમન પર ઉપસ્થિત લોકો ઉભા થયા. ઈમરાન ખાન આવ્યા અને આખરે લાઈનમાં ખુરશી પર બેસી ગયા. 
 
ઈમરાન ખાનને કે તો  પરંપરાની જાણકારી નહી હતી કે પછી જાનીને આવું કરી રહ્યા હતા. થોડા સમય પછી તે હૉલમાં તેમના હાથમાં માળા જપતા નજર આવ્યા. તેમની આ અશિષ્ટરા કેમરામાં કેદ થઈ ગઈ અને વીડિયોના રૂપમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. 
 
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની પત્રકાર શમા જુનેનોએ ટ્વીટ કર્યું કે ઈમરાન એસસીઓમાં એક વાર ફરી  દેશને નીચું જોવાયું. જ્યારે નેતા ઉભા હતા તો તે બેસ્યા રહ્યા.