શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By ઈસ્લામાદ.|
Last Modified: બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (18:24 IST)

ઈમરાન ખાને કહ્યુ - લડાઈ શરૂ થઈ તો ન હુ રોકી શકીશ કે ન તો નરેન્દ્ર મોદી

મારા પાકિસ્તાનીઓ આજે હુ આપને કંઈક કહેવા માંગુ છુ.  ગઈકાલે જે થયુ તે સારુ નથી થયુ.. ભારતે પાકિસ્તાનની અંદર હુમલો કર્યો છે. પાકિસ્તાન પણ છેલ્લા 10 વર્ષથી આતંકવાદ સામે લડી રહ્યું છે. અમે હિંદુસ્તાનને કહ્યું હતુ કે કોઇપણ તપાસ ઇચ્છો છો તો અમે તૈયાર છીએ.” તેમણે કહ્યું કે, “પાકિસ્તાનનાં હકમાં નથી કે તેની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે થાય. મે કહ્યું હતુ કે તમને જવાબ આપવો એ અમારી મજબૂરી હશે.

ભારતે ગઇકાલે સવારે એક્શન લીધું. અમને ખબર જ ના પડી કે પાકિસ્તાનમાં કેટલું નુકસાન થયું. આજે અમે એક્શન નથી લીધું, અમે ફક્ત અમારી તાકાત બતાવવા ઇચ્છતા હતા. જો તમે અમારા દેશમાં આવી શકો છો તો અમે પણ તમારા દેશમાં આવી શકીએ છીએ.”
 
 પાકિસ્તાનના પ્રધાનમત્રી ઈમરાન ખાને ભારતના બે વિમાનોને પાડવાનો દાવો કરતા કહ્યુ કે જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયુ તો આ કોઈના પણ નિયંત્રણમાં નહી રહે. તેને ન તો હુ રોકી શકીશ કે ન તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.  
 
ઈમરાને દાવો કર્યો કે ભારતના બે મિગ વિમાનોએ આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી. અમે તેને પાડી દીધા.  તેમણે કહ્યુ કે અમે જે આજે એક્શન લીધી છે તેનો હેતુ અમારી તાકતને બતાવવાનો હતો. 
પાક પ્રધાનમત્રીએ કહ્યુ કે હુ ભારતને કહેવા માંગુ છુ કે અમે લોકો અક્કલ અને વિશ્વાસથી કામ લઈએ. તેમણે કહ્યુ કે પુલવામાંમાં જે કંઈ થયુ છે ત્યારબાદ ભારત જે દર્દમાંથી પસાર થઈ રહ્યુ છે  તે મને ખબર છે.  ઈમરાન ખાને કહ્યુ કે દુનિયામાં આ પહેલા પણ લડાઈઓ થઈ છે પણ તેની જાણ નથી થઈ કે તે ક્યારે ખતમ થશે. 
પહેલું વિશ્વ યુદ્ધ મહિનાઓમાં પૂર્ણ થવાનું હતુ જેને 6 વર્ષ લાગ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે વિચાર્યું કે તે રૂસને જીતી લશે, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો. આતંક સામેની લડાઈમાં શું અમેરિકાએ વિચાર્યું હતુ કે અફઘાનિસ્તાનમાં તે આટલા લાંબા સમય સુધી ફસાયેલું રહેશે? આવું જ વિયતનામ યુદ્ધમાં પણ ખબર નહોતી કે તે કેટલે દૂર જશે.”