સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: કરાચીઃ , શનિવાર, 15 જૂન 2024 (21:52 IST)

પાકિસ્તાનમાં પ્લાસ્ટિકનાં દાંત લગાવીને વેચવામાં આવી રહ્યા છે બલીના બકરા, આવી રીતે ખુલી પોલ

goat
પાકિસ્તાન કોઈને કોઈ વિવાદના કારણે દુનિયાભરમાં સમાચારોમાં રહે છે. ક્યારેક આતંકવાદને સમર્થન આપવાના આરોપમાં તો ક્યારેક તેમની આર્થિક સ્થિતિના કારણે. દરમિયાન ARY ન્યૂઝના અહેવાલમાં ખુલાસો થયો છે કે બકરીદના અવસર પર પાકિસ્તાનમાં પ્લાસ્ટિકના ખોટા દાંત સાથે બકરા વેચવામાં આવી રહ્યા હતા. કરાચીમાં સત્તાવાળાઓએ શનિવારે ગુલબર્ગ ચૌરંઘી વિસ્તારમાં પ્લાસ્ટિકના દાંત સાથે બલિના બકરા વેચવા બદલ એક વેપારીની ધરપકડ કરી હતી.
 
શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક ગ્રાહક બકરીના પ્લાસ્ટિકના દાંત કાઢતો જોવા મળ્યો હતો. આ પછી બકરીના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ વેપારી હૈદરાબાદનો રહેવાસી છે અને બકરીદ માટે પશુઓ વેચવા કરાચી આવ્યો હતો.

 
પોલીસ પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તે પ્લાસ્ટિકના દાંતવાળા બકરાના વેચાણ સાથે સંકળાયેલો છે. આ દરમિયાન પોલીસે 7 બકરા અને ઘેટાં કબજે કર્યા છે. એક પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી, "સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા એક વીડિયોમાં અમને જાણવા મળ્યું કે પ્લાસ્ટિકના દાંતવાળા બકરા વેચવામાં આવી રહ્યા છે. જેને પગલે વેપારીની ધરપકડ કરવામાં આવી હતી."
 
ઉલ્લેખનીય છે કે બકરીદ 17મી જૂને છે. આ મુસ્લિમોનો તહેવાર છે, જેમાં તેઓ પ્રાણીઓની બલિદાન આપીને પ્રોફેટ ઈબ્રાહિમની ઈશ્વર પ્રત્યેની આજ્ઞાપાલનને યાદ કરે છે. આ બલિદાનોનું માંસ પરંપરાગત રીતે કુટુંબ અને લોકો સાથે વહેંચવામાં આવે છે.
 
પ્રોફેટ ઈબ્રાહિમની વાર્તા પર આધારિત આ પરંપરામાં ઈદની ઉજવણી દરમિયાન ત્રણ દિવસ સુધી પ્રાણીઓની બલિ ચઢાવવાનો સમાવેશ થાય છે.