Israel Iran War Live: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 13-14 જૂન 2025 ના રોજ શરૂ થયુ. સૈન્ય અથડામણ હવે ખતરનાક મોડ પર પહોંચી ચુક્યુ છે. ઈઝરાયલ તરફથી તેહરાનમાં પરમાણુ સુવિદ્યાઓ અને સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલાથી ભારે નુકશાન પહોચ્યુ. જ્યારે કે ઈરાને જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલના તેલ અવીવ, હાઈફા અને બેન ગુરિયન એયરપોર્ટ પર બૈલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા.
1. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો છે, જેમાં ઇરાનના પરમાણુ મથકો અને સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલના હુમલાનો જવાબ આપવા માટે ઇરાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ શરૂ કર્યું છે. જેના હેઠળ ઇરાને ઇઝરાયલ પર 1૦૦ થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. ઇઝરાયલી સેનાએ તેના નાગરિકોને સલામત સ્થળોએ આશ્રય લેવા વિનંતી કરી છે.
2. સાથે જ રવિવારે ઇઝરાયલી આકાશમાં ફરી એકવાર ઇઝરાયલી મિસાઇલોનો વરસાદ થયો, જ્યારે બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે ઇરાની મિસાઇલો આવી રહી છે, જેરુસલેમમાં સાયરન સંભળાય છે, જ્યારે ઘણા વીડિયોમાં તેલ અવીવ અને જેરુસલેમના આકાશમાં મિસાઇલો જોવા મળે છે અને તેમાંથી ઘણીને ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવવામાં આવી છે.
3. ઇરાને શિરાઝ શહેરથી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલોનો વરસાદ કર્યો છે, જેના કારણે ઉત્તરમાં હાઇફાથી દક્ષિણમાં ઇલાત સુધી લગભગ સમગ્ર ઇઝરાયલમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેલ અવીવ, જેરુસલેમ, બીયર શેવા, હાઇફા અને અન્ય ડઝનબંધ શહેરોમાં હવાઈ હુમલાના સાયરન સંભળાયા.
4. સૈન્યએ કહ્યું છે કે ઇઝરાયલમાં ઘણી જગ્યાએ ઇરાની મિસાઇલોનો હુમલો થયો છે. આરટી ઇન્ટરનેશનલની એક પોસ્ટ અનુસાર, ઇરાનના હુમલા પછી હાઇફા શહેરમાં ભારે આગ જોવા મળી હતી. તેણે અનામી ઇઝરાયલી અધિકારીઓના હવાલાથી કહ્યું હતું કે હુમલામાં અત્યાર સુધીમાં ચાર લોકો ઘાયલ થયા છે.
5 . ઇરાનમાં પણ પરિસ્થિતિ જુદી નથી. તેહરાનથી આવેલી તસ્વીરોમાં રાત્રિના સમયે ઈંઘણ ડેપોની આગની જ્વાળાઓ દેખાય રહી છે. ઇઝરાયલે ઇરાનના તેલ અને ગેસ ક્ષેત્ર પર હુમલા કર્યા પછી આગ શરૂ થઈ છે. આનાથી વૈશ્વિક અર્થતંત્ર અને ઇરાની રાજ્યની કામગીરી માટે ખતરો વધી ગયો છે.
6. શનિવારે મોડી રાત્રે તેલ અવીવ દ્વારા ઇરાની પરમાણુ પ્લાન્ટ, મિસાઇલ ફેક્ટરીઓ અને લશ્કરી કમાન્ડ સેન્ટરો પર હુમલાના જવાબમાં ઇરાને ઇઝરાયલના હાઇફા પોર્ટ અને નજીકના તેલ રિફાઇનરીને નિશાન બનાવ્યું. હવાઈ હુમલામાં ટોચના લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા.
7. હાઈફા શહેરની સ્કાઈલાઈન પર મિસાઈલો જોવા મળી હતી, જેના કારણે ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઈરાન બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું અને ઈઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમ હવામાં આ મિસાઈલોને અટકાવવામાં વ્યસ્ત હતી.
8. પોર્ટ પર રાસાયણિક ટર્મિનલના છર્રા પડ્યા અને કેટલીક અન્ય મિસાઈલો ઓઈલ રિફાઈનરી પર પડી, પરંતુ પોર્ટ સુવિધાઓને કોઈ નુકસાન થયું ન હતું. એવુ બતાવાય રહ્યુ છે રિફાઈનરી પોર્ટથી થોડે દૂર છે. હાઈફા પોર્ટ ઉત્તરી ઈઝરાયલમાં સ્થિત એક મુખ્ય આંતરરાષ્ટ્રીય પોર્ટ છે, જે દક્ષિણ કરતા પ્રમાણમાં ઓછો અસ્થિર વિસ્તાર છે. તે દેશના આયાત અને નિકાસ બંને માટે એક મહત્વપૂર્ણ પોર્ટ છે.
9. ઈરાન દ્વારા સતત બીજી રાત્રે ઈઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલો છોડ્યા બાદ તણાવ વધ્યો છે. ઈરાની સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે હાઈફા ઓઈલ રિફાઈનરીમાં સીધો હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઉત્તરી પોર્ટ શહેર નજીક ભારે આગ લાગી છે. મિસાઈલ હુમલો હાઈફા નજીક તમરામાં એક રહેણાંક મકાન પર થયો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 14 અન્ય ઘાયલ થયા હતા.
10. રવિવારે રાત્રે ઇઝરાયલ અને ઈરાને ફરી એકબીજા પર હુમલો કર્યો, જેમાં અનેક લોકો માર્યા ગયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ સંઘર્ષ સરળતાથી સમાપ્ત થઈ શકે છે. તેમણે તેહરાનને ચેતવણી પણ આપી કે તેઓ કોઈપણ અમેરિકન લક્ષ્ય પર હુમલો ન કરે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં થયેલા હુમલામાં વોશિંગ્ટનનો કોઈ હાથ નથી. જોકે, તેહરાને અમેરિકા પર ઇઝરાયલી હુમલામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે અને રવિવારે ઓમાનમાં યોજાનારી પરમાણુ વાટાઘાટો રદ કરી દીધી છે.
11. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. દરમિયાન, ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે શનિવારે દેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક નવી સુરક્ષા સલાહકાર જારી કરી હતી. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, દૂતાવાસના ટેલિફોન નંબરો
+972-54-7520711 અને +972-54-3278392, અથવા ઇમેઇલ [email protected] પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.