અપહરણકર્તાઓએ ખંડણી મળ્યા બાદ પણ 38 બંધકોની હત્યા કરી
નાઇજીરિયામાં અપહરણકર્તાઓએ ઓછામાં ઓછા 38 લોકોનું અપહરણ કરીને હત્યા કરી નાખી છે, જ્યારે કે તેમને છોડવા માટે ખંડણીની રકમ પણ આપવામાં આવી હતી.
ઘટનાક્રમ પ્રમાણે માર્ચમાં ઉત્તર જમ્ફારા રાજ્યમાં બંગા ગામથી 56 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.
નાઇજીરિયાઈ મીડિયાના રિપાર્ટ અનુસાર, બંદૂકધારીઓએ અપહરણ બાદ પ્રતિ વ્યક્તિ દસ લાખ નાઇરા (655 ડૉલર)ની ખંડણી માગી હતી.
સ્થાનિક સરકારના ચૅરમૅન મન્નિરુ હૈદરા કૌરાએ કહ્યું કે માર્યા ગયેલા લોકોમાંથી સૌથી વધુ યુવા હતા. જેમને 'ઘેંટા-બકરાંની જેમ કાપી નાખવામાં આવ્યાં.'
હૈદરાએ કહ્યું, "અપહરણકર્તાઓએ ખંડણીની રકમ માગી અને કેટલીક વાતચીત બાદ તેમને એ રકમ આપી દેવામાં આવી. શનિવારે તેમણે 17 મહિલાઓ અને એક યુવાન સહિત કુલ 18 લોકોને છોડી મૂક્યા."
શનિવારે છોડવામાં આવેલા લોકોમાંથી 16 હૉસ્પિટલમાં સારવાર કરાવે છે. જ્યારે કે માર્યા ગયેલા 38 લોકોના મૃતદેહો પણ મળવાની સંભાવના નથી.