સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન. , સોમવાર, 13 નવેમ્બર 2017 (11:21 IST)

ઈરાન-ઈરાક બોર્ડર પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ, 135 લોકોના મોત

ઈરાન-ઈરાક બોર્ડ પર રવિવારે મોડી રાત્રે આવેલ ભૂકંપે 135 લોકોના જીવ લઈ લીધા. તેમા સેંકડો લોકો ઘવાયા છે. રિક્ટર માપદંડ પર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી. યૂએસ જિયોલોજીકલ સર્વેએ જણાવ્યુ કે આ ભૂકંપ હલબજાથી 32 કિલોમીટર (20 માઇલ) દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો. ઇરાની ટીવી મીડીયાના જણાવ્યા પ્રમાણે ભુકંપથી ઇરાનના અનેક સ્થળે વિજળી ચાલી ગઇ છે. રાહત અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યુ છે.
 
કુર્દીસ ટીવીનું કહેવુ છે કે ઇરાકી કુદીસ્તાનમાં અનેક લોકો ભુકંપને કારણે પોતાના ઘરો છોડીને જાન બચાવી ભાગ્યા છે. અનેક ઇમારતોને નુકસાન થયુ છે. કાટમાળ હટાવ્યા બાદ મરનારાની સંખ્યા વધશે તેવુ જણાય છે.  ભુકંપ બાદ ઇરાક અને ઇરાનની સરહદે તબાહીની તસ્વીરો સામે આવી છે. ઇરાકના દર્બનદીનાખ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં ઇમારતો ધસી પડી છે. ઇરાકમાં ભુકંપથી 67ના મોત થયા છે અને 300થી વધુ લોકોને ઇજા થઇ છે. ભેખડો ધસી પડવાના કારણે અનેક હાઇવે બંધ થઇ ગયા છે. રેડક્રોર્સની 30 ટીમો બચાવકાર્યમાં લાગી છે. કતારમાં પણ એક બાળક સહિત બે લોકોના મોત થયા છે અને 105 લોકોને ઇજા થઇ છે. ઇરાકના સુલેમાનીયા પ્રાંતમાં છ લોકોના મોત અને 150 લોકોને ઇજા થઇ છે.
 
 ભુકંપને કારણે ઇરાનના અનેક શહેરો અને આઠ જેટલા ગામો પ્રભાવિત થયા છે. ભુકંપથી ઇરાનના અનેક સ્થળોએ વિજળી ગુલ થઇ ગઇ છે જેને કારણે રાહત-બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. ઇરાનના 14  જેટલા પ્રાંત ભુકંપની અસર પડી છે. આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવેલ છે.