186 મુસાફરોનાં જીવ અટક્યા, મલેશિયા એયરલાઈન્સનાં વિમાનમાં એન્જીન નંબર 2 ખરાબ, ચેન્નાઈમાં ઈમાંરજેન્સી લેન્ડીંગ
Malaysia Airlines
સોમવારે કુઆલાલંપુરથી જેદ્દાહ જતી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટને એન્જિનમાં ખામી સર્જાતા ચેન્નાઈ તરફ વાળવામાં આવી હતી અને એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે 186 લોકો સાથે મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH 156 ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે વિમાન ઉતરાણ કરે તે પહેલાં એરપોર્ટ પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
અધિકારીએ કહ્યું હતું કે "એન્જિન નંબર બે સંબંધિત" તકનીકી સમસ્યા સર્જાઈ હતી. એરલાઇન કંપની અને સંબંધિત તકનીકી ટીમ તકનીકી સમસ્યાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે એરપોર્ટ પર કામગીરી સામાન્ય છે.
