બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 જુલાઈ 2022 (08:22 IST)

Chicago Shooting: 22 વર્ષના છોકરાએ શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર કર્યો, 6ના મોત

Mass Shooting in Chicago During Fourth July Parade: અમેરિકામાં ફાયરિંગના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમેરિકાના સ્વતંત્રતા દિવસે પણ બંદૂક સંસ્કૃતિએ જોર પકડ્યું. 4 જુલાઇ સોમવારના રોજ શિકાગોમાં ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન એક યુવકે અચાનક ગોળીબાર કર્યો હતો. ગોળીઓનો અવાજ સાંભળીને અફડાતફડી મચી ગઈ હતી. આ ફાયરિંગમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, એક બંદૂકધારીએ રિટેલ સ્ટોરની છત પરથી પરેડ પર ગોળીબાર કરી હતી.
 
ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે
સોશિયલ મીડિયા પર હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પરેડ શરૂ થયાના લગભગ 10 મિનિટ બાદ ફાયરિંગ બાદ લોકો અહીં-ત્યાં દોડતા જોવા મળે છે. સાથે જ ગોળીનો અવાજ પણ સ્પષ્ટ સંભળાય છે. શહેર પોલીસ કમાન્ડર ક્રિસ ઓ'નીલે જણાવ્યું હતું કે, "આ સમયે, 24 લોકોને હાઇલેન્ડ પાર્ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે 6 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે." તે જ સમયે, આ હુમલા પછી, હાઇલેન્ડ પાર્ક શહેરમાં 4 જુલાઈની તમામ ઉજવણી રદ કરવામાં આવી છે.