સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (18:52 IST)

મારિયા રેસ્સા અને દિમિત્રી મુરાતોવને વર્ષ 2021નુ નોબેલ શાંતિ પુરસ્કાર

ફિલિપાઈન્સની પત્રકાર મારિયા રેસા અને રશિયન પત્રકાર દિમિત્રી મુરાતોવને 2021 નો નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે તેમના સંઘર્ષ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નોર્વેજીયન નોબેલ કમિટીના ચેરમેન બેરીટ રીસ-એન્ડરસને શુક્રવારે વિજેતાઓની જાહેરાત કરી હતી.
 
વિજેતાની પસંદગી કરનારા નોર્વેજીયન સમિતિએ કહ્યું કે બંને પત્રકારોએ ફિલિપાઇન્સ અને રશિયામાં 'અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા' માટે પૂર્ણ ઉત્સાહ અને બહાદુરીથી લડાઈ લડી; 
 
સમિતિએ કહ્યુ કે "સ્વતંત્ર, નિષ્પક્ષ અને તથ્ય આધારિત પત્રકારિકા સત્તાના દુરુપયોગ, જૂઠ્ઠાણા અને યુદ્ધથી બચાવવાનુ કામ કરે છે." અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા વિના, રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો અને નિરસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવું અત્યંત મુશ્કેલ રહેશે