ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 જૂન 2025 (15:33 IST)

ગાઝામાં ઇઝરાયલી સહાય કેન્દ્રમાં રાહત સામગ્રી એકત્રિત કરવા જઈ રહેલા પેલેસ્ટિનિયનો પર ગોળીબાર, 26 લોકોના મોત

ગાઝામાં ઇઝરાયલી
ડૉક્ટરો અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે દક્ષિણી ગાઝાના રફાહ વિસ્તારમાં અમેરિકાના ફંડેડ રાહત સામગ્રી વિતરણ કેન્દ્ર પાસે ઇઝરાયલી ટૅન્કોએ ગોળીબાર કર્યો છે અને તેમાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે. 150 લોકો ઘાયલ પણ થયા છે.
 
રફાહના એક સ્થાનિક પત્રકાર મોહમ્મદ ગરીબે બીબીસીને જણાવ્યું કે હજારો પેલેસ્ટેનિયન અમેરિકા તરફથી મોકલવામાં આવેલી માનવીય મદદના વિતરણ કેન્દ્ર પાસે જમા થયા હતા. ત્યારે ઇઝરાયલી ટૅન્કે ભીડ પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો.
 
સ્થાનિક પત્રકારોએ અને ઍક્ટિવિસ્ટોએ હુમલાનાં દૃશ્યો શૅર કર્યાં છે.
હુમલા બાદ ઘણા ઘાયલો અને મૃતકોને ગધેડાગાડીમાં અલ-મવાસી વિસ્તારસ્થિત રેડક્રૉસ ફીલ્ડ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા કારણકે, રાહત અને બચાવકર્મીઓ ત્યાં પહોંચી નહોતા શક્યા.
 
આ ઘટના મામલે ઇઝરાયલી સેનાનો સંપર્ક કર્યો છે.