સંબંધિત સમાચાર
- ભારતની બ્રહ્મોસ મિસાઇલે બરબાદ કર્યા પાકિસ્તાનના 11 એરબેઝ, યાદી અહીં જુઓ
- ઓપરેશન સિંદૂર પર આવ્યું ભારતીય વાયુસેનાનું નિવેદન, એયર ડીફેન્સ ઓપરેશન હાલ ચાલુ
- ગુજરાતના ભૂજથી શરૂ થઈ ભારતીય સેનાની મૂવમેન્ટ, બોર્ડર તરફ રવાના થઈ ફોર્સ
- હવે પાકિસ્તાનના લાહોરમાં બ્લાસ્ટ, એયરપોર્ટની પાસે બે થી ત્રણ બ્લાસ્ટ, એરિયા કર્યા સીલ
- Operation Sindoor પર ભારતીય સેનાની પ્રેસ કોન્ફરેંસ
ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આક્રિદીનુ કેરલ કમ્યુનિટીએ દુબઈમાં કર્યુ સ્વાગત, મચ્યો હંગામો
shahid afridi
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સમયે સ્થિતિ ખૂબ તનાવભરી ચાલી રહી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચે સતત અંતર વધતુ જઈ રહ્યુ છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ બોર્ડર પર સ્થિતિ ખૂબ નાજુક બની છે. બીજી બાજુ પાકિસ્તાની ટીમના પૂર્વ કપ્તાન અને ખેલાડી શાહિદ આફરિદીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા દુબઈમાં ભારતીય સમુહના લોકો પોતાના એક કાર્યક્રમમાં ખૂબ ઉમળકાથી તેમનુ સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. જે બધાને ચોકાંવનારુ જરૂર છે.
અફરીદીના પહોચતા જ કેરલ સમુહના સભ્યોએ લગાવ્યા બૂમ બૂમના નારા
શાહિદ આફરીદી સીયૂબીએએ જે એક કેરલ સમુહના સભ્યોની દુબઈમાં કમ્યુનિટી છે તેના 25 મે ના રોજ કાર્યક્રમમાં પહોચતા હતા અહી જેવા જ આફ્રિદી હોલની અંદર પહોચે છે તો સભ્યોએ પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રોકી દીધો અને બૂમ બૂમના નારા લગાવ્યા જે આફ્રિદીના રમત સ્ટાઈલ સાથે જોડાયેલ નિકનેમ છે. આ ઈવેંટમાં અફરીદિને જોતા જ લોકો ઉત્સાહિત થઈ ગયા હતા. બીજી બાજુ અફરીદીએ તેના જવાબમાં કહ્યુ કે થઈ ગયુ બૂમ-બૂમ.
હવે આ વીડિયો સામે આવ્યા બાદથી જ્યા એકબાજુ આ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો બીજી બાજુ કેરલ સમુહના સભ્યોને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. આફ્રિદીએ ક્રિકેટ સાથે રિટાયરમેંટ લીધા બાદ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકવાના નિવેદન આપ્યા છે જેમા તેણે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યુ હતુ.
ભારતીય સરકારે આફ્રિદીના યુટ્યુબ ચેનલને કરી દીધુ બેન
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય કેન્દ્રે સરકારે અનેક કઠોર નિર્ણય પાકિસ્તાનને લઈને લીધા જેમા તેમણે એવી યુટ્યુબ ચેનલ પર પણ બેન લગાવી દીધો જે સતત ભારત વિરુદ્ધ પોતાના નિવેદનોથી ઝેર ઓકવાનુ કામ કરે છે. જેમા શાહિદ આફ્રિદીની ચેનલ નો પણ સમાવેશ છે. આ ઉપરાંત અનેક એવા પાકિસ્તાની પ્લેયર્સ પણ ચેનલ પર બેન લગાવ્યો હતો જેમા શોએબ અખ્તરનુ નામ પણ સામેલ હતુ.
