શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ક્વેટા. , મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (10:12 IST)

પાકિસ્તાનમાં પોલીસ એકેડમી પર આતંકી હુમલો, 57ની મોત, 116 ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન ક્ષેત્રના ક્વેટા શહેરમાં પોલીસ અભ્યાસ અકેડમી પર થયેલ આતંકી હુમલામાં 57 લોકોના મોત થઈ ગયા અને લગભગ 116 ઘાયલ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યુ કે હુમલો સોમવારે રાત્રે લગભગ 9 વાગીને 30 મિનિટ પર થયો. તેમણે કહ્યુ કે હુમલા દરમિયાન લગભગ 500 કેડેટ એકેડમીમાં હાજર હતા. જેમાંથી 200 કૈડેંટોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 
 
આતંકી હુમલામાં 57 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 116 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘટના બાદ આખરે પાકિસ્તાની સેનાએ મોરચો સંભાળ્યો હતો અને બાકી રહેલા આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. આતંકીઓએ સેંટરમાં ધુસીને પહેલા તો, ફાયરિંગ શરુ કરી દીધુ હતું અને ટ્રેનિંગ સેંટરમાં રહેલા પોલીસ જવાનોને બાનમાં લીધા હતા.