શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :કરાચી: , ગુરુવાર, 26 જાન્યુઆરી 2023 (08:11 IST)

Pakistan Crises - કડકડતી ઠંડીમાં જીવલેણ બની ગેસ, પાકિસ્તાનના ક્વેટામાં 16 લોકોના મોત

pakistan crises
પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં છેલ્લા અઠવાડિયામાં ગેસ લીકની ઘટનાઓમાં બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે, બુધવારે ક્વેટાના કિલ્લી બડેઝાઈ વિસ્તારમાં ગેસ લીક ​​થવાને કારણે તેમના માટીની દીવાલોની અંદર વિસ્ફોટ થતાં એક પરિવારના ચાર બાળકોના મોત થયા હતા. આ ઘટનામાં બે મહિલાઓને ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું કે બાળકો સૂતા હતા ત્યારે રૂમમાં ગેસ ભરાઈ ગયો અને વિસ્ફોટ થયો, જેના કારણે ઘરની દિવાલો પડી ગઈ.

 બ્લાસ્ટની ઘટનામાં આખો પરિવાર હોમાયો 
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અગાઉ 15 જાન્યુઆરીએ પોલીસે જણાવ્યું હતું કે જ્યારે ઠંડીથી ત્રસ્ત પરિવારે હીટર લાઇટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે તે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં દંપતી અને તેમના 4 બાળકો, જેની ઉંમર 4 થી 14 વર્ષની વચ્ચે હતી, માર્યા ગયા હતા. આ ઘટના ક્વેટાના સેટેલાઇટ ટાઉન વિસ્તારમાં 14 જાન્યુઆરીની મોડી રાત્રે બની હતી. એક બીજી ઘટનામાં, ક્વેટાના અન્ય વિસ્તારમાં  રૂમમાં ગેસ ભરાય જવાથી એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત થયુ.
 
 -7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે તાપમાન
 
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે છેલ્લા અઠવાડિયાથી, આવા કિસ્સાઓ દરરોજ નોંધાઈ રહ્યા છે જેમાં ગેસ લીકેજને કારણે એક ડઝનથી વધુ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓમાં ડઝનબંધ લોકો બેહોશ પણ થઈ ગયા છે. બલૂચિસ્તાન છેલ્લા એક મહિનાથી તીવ્ર ઠંડીની ઝપેટમાં છે અને રાત્રે તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. પાવર કટ અને અન્ય સમસ્યાઓના કારણે લોકો પોતાને ગરમ રાખવા માટે ગેસનો સહારો લે છે, પરંતુ જર્જરિત સિલિન્ડર ક્યારેક તેમના જીવના દુશ્મન બની જાય છે