રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified સોમવાર, 23 જાન્યુઆરી 2023 (11:12 IST)

Pakistan Power Down : મુશ્કેલીઓના અંધારામા ડૂબ્યો પડોશી દેશ

આર્થિક સંકટમાં ડૂબેલા પાકિસ્તાન હવે ખરેખર અંધારામાં ગરકાવ થઈ ચુક્યો છે. દેશમાં પહેલા લોટ ખતમ થયો પછી ગેસ અને પેટ્રોલનુ સંકટ આવ્યુ અને હવે વીજળીનો વારો આવ્યો છે.  સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનનો એક મોટો ભાગ સોમવારે સવારે અંધારામાં ડૂબી ગયો છે. ક્વેટા અને ગુડ્ડૂના વચ્ચે હાઈ ટેંશન ટ્રાંશમિશન લાઈનોમાં ખરાબીના કારણે સોમવારે દેશના વિવિધ ભાગમાં વીજળી ગુલ થઈ ગઈ.  પાકિતાન પહેલાથી જ વીજળીની મુસીબત અને લાંબી વીજ કપાતનો સામનો કરી રહ્યુ છે. સરકાર વીજળી બચાવવા માટે બજારોને 8 વાગ્યાથી જ બંધ કરવાનો આદેશ આપી ચુકી છે. 
 
 પાકિસ્તાની ન્યુઝ વેબસાઈટ દુનિયા ન્યૂઝના મુજબ બલૂચિસ્તાનના 22 જીલ્લા સહિત ક્વેટા, ઈસ્લામાબાદ, લાહોર, મુલ્તાન ક્ષેત્રના શહેરો અને કરાંચી જેવા અનેક જીલ્લામાં વીજળી કપાત થઈ રહી છે. લાહોરમાં મૉલ રોડ, કનાલ રોલ્ડ અને અન્ય ક્ષેત્રોમાં લોકો વીજળી કપાતના સંકટનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યુ કે તેઓ  મામલાની તપાસ કરી રહ્યા છે. સમાચાર મુજબ ટ્રાંસમિશન લાઈનોમાં તકનીકી ખરાબીને કારણે સિંઘ, ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ અને રાજધાનીમાં વીજળી ઠપ્પ થઈ ગઈ છે. 
 
લાઈટ આવવામાં લાગી શકે છે કલાકો 
 
ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ છે કે નેશનલ ગ્રિડમાં સવારે 7.34 વાગે ગડબડી નોંધવામાં આવી. વીજળી સપ્લાય ચાલુ કરવાના પ્રયાસો ચાલુ છે. વીજળી ન હોવાથી મેટ્રો સેવા પણ પ્રભાવિત થઈ છે. જેનાથી મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  ઈસ્લામાબાદ વીજળી સપ્લાય કંપનીના 117 ગ્રિડ સ્ટેશનની વીજળી સપ્લાય અવરોધાઈ છે. જેનાથી આખુ શહેર અને રાવલ પિંડી પણ અંધારામાં ડૂબી ગયુ છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યુ છે કે વીજળીને પરત આવવામાં કલાકો લાગી શકે છે. 
 
મુશ્કેલીઓના અંધારામા ડૂબ્યો પડોશી દેશ 
 
પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી લોકો સોશિયલ મીડિયા પર પાવર ફેલ થવાની માહિતી આપી રહ્યા છે. અંધકારમાં ડૂબેલું પાકિસ્તાન પહેલેથી જ અનેક મુશ્કેલીઓના ઘેરા અંધકારમાં ડૂબી ગયું છે. દેશમાં ઘઉંનો પાક નાશ પામ્યા બાદ લોટ ઘણો મોંઘો થઈ ગયો છે. લોકો માત્ર લોટ જ નહીં પરંતુ કઠોળ અને તેલ પણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વીજ પુરવઠાની સ્થિતિ ઘણા મહિનાઓથી ખરાબ છે. પાકિસ્તાન સરકારે લાંબો વીજ કાપ ટાળવા અને વીજળીની અછતને પહોંચી વળવા બજારોને રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો આદેશ આપ્યો છે