મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 22 જાન્યુઆરી 2023 (15:45 IST)

મોન્ટેરી પાર્ક : લોસ એન્જલસમાં ઘણા લોકો પર ગોળીબાર

અમેરિકાના મીડિયા રિપોર્ટો અનુસાર હાલ કૅલિફોર્નિયાની પોલીસ ગોળીબારની ઘટનાનો સામનો કરી રહી છે, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
આ ઘટના લોસ એન્જલસની પૂર્વ દિશા તરફ 13 કિલોમીટર દૂર આવેલ મોન્ટેરી પાર્કમાં ભારતીય સમય અનુસાર રવિવાર સવારે 11.30 બની હતી.
 
નોંધનીય છે કે મોન્ટેરી પાર્ક લ્યુનાર ન્યૂ યર ફેસ્ટિવલ માટે શહેરમાં અગાઉ હજારો લોકો એકત્રિત થયા હતા.
 
અત્યાર સુધી આ ઘટનામાં કેટલા ઈજાગ્રસ્ત થયા કે કોઈ મૃત્યુ થયું છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ નથી.
 
વાર્ષિક લ્યુનાર ન્યૂ યર ફેસ્ટિવલ એ સપ્તાહના અંતે યોજાતો એક ઉત્સવ છે જ્યાં અગાઉ એક લાખ કરતાં વધુ મુલાકાતીઓ આવ્યા હતા.
 
યુએસના સમય અનુસાર શનિવારે રાત્રે ઉત્સવનો આ કાર્યક્રમ સ્થાનિક સમય અનુસાર નવ વાગ્યે પૂરો થવાનો હતો.