સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (10:49 IST)

Pakistan Election 2024 Live: Live: પાકિસ્તનમાં મતદાન શરૂ,ચૂંટણીને કારણે ઈંટરનેટ સેવા સસ્પેંડ, પીટીઆઈએ આને ગણાવ્યો 'વિશ્વાસઘાત'

pakistan election
pakistan election
Pakistan Election 2024 Live: પાકિસ્તાનમાં હિંસા અને આંતકવાદ વચ્ચે આજે સામાન્ય ચૂંટણી થઈ રહી છે. આ વખતે ચૂંટણીમાં મુખ્ય મુકાબલો નવાજ શરીફની પાર્ટી મુસ્લિમ લીગ એન અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી મતલબ પાકિસ્તાન પિપુલ્સ પાર્ટી વચ્ચે છે.  બીજી બાજુ તહરીક એ ઈંસાફ પાર્ટીના મુખિયા ઈમરાન ખાન જેલમાં છે.  આજે થઈ રહેલ ચૂંટણી મતદાન માટે 26 કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા છે. જ્યારે કે નવી સરકાર પસંદ કરવ માટે કુલ 22 કરોડની જનસંખ્યામાં 12.69 કરોડ મતદાતા નવી સરકાર પસંદ કરવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. ભારત કરતા વિપરિત પાકિસ્તાનમાં આજે પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. પાકિસ્તાનમાં જે દિવસે ચૂંટણી થાય છે એ જ દિવસે પરિણામ આવવાની પરંપરા છે. આ પરંપરા મુજબ અ અજે જ ચૂંટણીનુ પરિણામ આવી જશે. પાકિસ્તાનમાં થનારી ચૂંટણીના ક્ષણ ક્ષણ ના સમાચાર માટે બન્યા રહો અમારી સાથે વેબદુનિયા ગુજરાતી પર. 
 
- ઈમરાન ખાને જેલમાંથી મતદાન કર્યું  
પાકિસ્તાનમાં આજથી ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય રાજકીય નેતાઓએ અદિયાલા જેલમાં પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો છે.
 
- પાકિસ્તાનમાં થઈ રહ્યું છે મતદાન, બૂથ પર મતદાન કરતા મતદારો, જુઓ વીડિયો

 


10:46 AM, 8th Feb
નવાઝ શરીફના સમર્થનમાં સેના, બિલાવલનુ ભવિષ્ય પણ દાવ પર
આ વખતે પાકિસ્તાન આર્મીનો સંપૂર્ણ સપોર્ટ નવાઝ શરીફ તરફ છે.  આવામાં નવાઝ શરીફ એકવાર ફરી પ્રધાનમંત્રી બને એવી શક્યતા વધુ છે. બીજી બાજુ આ ચૂંટણી બિલાવલ ભુટ્ટોનુ રાજનીતિક ભવિષ્ય પણ નક્કી કરશે 
 
-પાકિસ્તાનમાં 30 હજાર મતદાન કેન્દ્ર સંવેદનશીલ 
પાકિસ્તાનમાં શાંતિપૂર્ણ ચૂંટણી કરવાના પાકિસ્તાનના ચૂટણી પંચ માટે મોટો પડકાર છે. આ દરમિયાન પંચનુ કહેવુ છે કે 44 હજાર પોલિંગ સ્ટેશન સામાન્ય છે. જ્યારે કે 29,985ને સંવેદનશીલ ક્ષેત્રોમાં છે. બીજી બાજુ 16,766 અત્યાધિક સંવેદનશીલ છે. 
 
-  જાણો કેટલા હિન્દુ વોટર્સ નાખશે વોટ 
પાકિસ્તાનમાં 36 લાખ અલ્પસંખ્યક વોટર છે. જેમા 18 લાખ હિન્દુ વોટર છે. બધા મતદાતા વોટર મતપત્ર દ્વારા મતદાન કરશે. પાકિસ્તાનમાં બેલેટ પેપરથી વોટ નાખ્યા પછી તરત જ મતગણતરી શરૂ થશે. પોલિંગ બૂથ પર અધિકારી હાથથી વોટોની ગણતરી કરશે અને મોડી રાત્રે પરિણામ આવવાની આશા છે. અહી સામાન્ય ચૂંટણી માટે 26 કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા છે. જેનુ કુલ વજન લગભગ 2100 ટન છે.  ચૂંટણી માટે 6.50 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત, જનતા સેનાથી નારાજ
 
-  પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે 6 લાખ 50 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા
સાથે જ  સેનાથી નારાજ લોકો એવા નારા લગાવી રહ્યા છે કે પાકિસ્તાન સેનાએ નવાઝ શરીફની પાર્ટીને પસંદ કરી છે. એવુ લોકો માને છે કે સેના પ્રત્યક્ષ અને આડકતરી રીતે નવાઝ શરીફને વડાપ્રધાન બનતા જોવા માંગે છે.
 
5 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં, જાણો કયા સમયે શરૂ થશે મતદાન
પાકિસ્તાનમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં 5,121 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમાંથી 4,806 પુરૂષો, 312 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો છે. તે ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલુ રહેશે.

10:14 AM, 8th Feb
- પીટીઆઈએ ઈન્ટરનેટ સેવાને રોકવાને 'વિશ્વાસઘાત' ગણાવ્યો
ઈન્ટરનેટ સેવાઓને બ્લોક કરવા પર, PTIએ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી દ્વારા દેશભરમાં મોબાઈલ સેવાઓના સ્થગિતને "વિશ્વાસઘાત" તરીકે ગણાવ્યું છે. આ PTAના અગાઉના નિવેદનને ધ્યાનમાં રાખીને છે કે તેને ઈન્ટરનેટ સેવાઓને અવરોધિત કરવા માટે સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી. "ફોન સેવાઓ બંધ કરવી એ નાગરિકોના અધિકારોનું ઇરાદાપૂર્વકનું દમન છે અને લોકશાહીની મજાક છે," પાર્ટીએ એક પોસ્ટમાં કહ્યું.
 
- મતદાનને ધ્યાનમાં રાખીને મોબાઈલ સેવા સ્થગિત
પાકિસ્તાન સરકારે દેશભરમાં સેલ્યુલર સર્વિસ એટલે કે વાયરલેસ મોબાઈલ ટેલિકોમ્યુનિકેશનને સ્થગિત કરી દીધી છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ મતદાનને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે.
 
- ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી મતદાન નહી કરી શકે  
પાકિસ્તાનમાં મતદાન ચાલુ છે. ડોન અખબાર અનુસાર, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરનારા નેતાઓમાં પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહી, અવામી મુસ્લિમ લીગના વડા શેખ રાશિદ અને પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરીનો સમાવેશ થાય છે. જો કે, બુશરા બીબી મતદાનમાં ભાગ લઈ શકી નથી, કારણ કે પોસ્ટલ બેલેટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેણીને દોષિત ઠેરવવામાં આવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી.