ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ઈસ્લામાબાદ , મંગળવાર, 9 મે 2023 (16:50 IST)

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ, પાક રૈજર્સે કરી કાર્યવાહી

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. પાક રેન્જર્સે આ કાર્યવાહી કરી છે. ઈમરાન ખાનની આ ધરપકડ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તાજેતરમાં જ તેણે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આવી સ્થિતિમાં રાજકીય ગલિયારા સહિત સમગ્ર વિશ્વમાં તેની ધરપકડને આ વાત સાથે જોડવામાં આવી રહી છે.

 
એવુ કહેવાય છે કે ઈમરાને કહ્યું હતું કે મેજર જનરલ ફૈઝલ નસીર તેને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા હતા. ઈમરાનના આ નિવેદન બાદ હંગામો મચી ગયો હતો અને પાકિસ્તાન સેનાએ પણ તેમને નિશાન બનાવ્યા હતા અને તેમના નિવેદનની ટીકા કરી હતી.
 
ઈમરાન ખાનની ધરપકડના મામલામાં માહિતી મળી છે કે ઈમરાન ખાન બાયોમેટ્રિક્સ માટે જઈ રહ્યા હતા અને તેમની સાથે રેન્જર્સનો મોટો ટુકડો રવાના થયો હતો. NAB એ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરી છે.
 
ઇમરાનની ધરપકડ એવા સમયે થઈ, જ્યારે હાલમાં જ તેમણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ધરપકડ બાદ તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા. ઈમરાનના વકીલ ફૈઝલ ચૌધરીએ ધરપકડની પુષ્ટિ કરી છે. ખાનની પાર્ટીના નેતા મસર્રત ચૌધરીએ કહ્યું હતું- મારી સામે ખાન સાહેબને જબરદસ્ત ટોર્ચર કરવામાં આવ્યા હતા. મને ભય છે કે મારી હત્યા થઈ શકે છે.