સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 ઑક્ટોબર 2023 (20:48 IST)

Canada Plane Crash: કેનેડાના વાનકુવરમાં પ્લેન ક્રેશ, બે ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણના મોત

plane crash
plane crash
Canada Plane Crash: કેનેડામાં વાનકુવર નજીક ચિલીવેકમાં એક વિમાન (Light Aircraft) ક્રેશ થયું. વિમાન દુર્ઘટનામાં બે ભારતીય ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, વિમાન વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું અને હોટલની ઇમારતની પાછળ ઝાડીઓમાં લેન્ડ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા બે ભારતીય પાયલોટના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે છે અને તેઓ મુંબઈના રહેવાસી હતા. સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.
 
પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ
 
પોલીસે કહ્યું છે કે તેઓ મૃતકના સંબંધીઓને આ અંગેની માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે તે તપાસકર્તાઓને મોકલી રહ્યું છે.
 
સીબીસી ન્યૂઝ અનુસાર, ઈમરજન્સી હેલ્થ સર્વિસે જણાવ્યું કે પાંચ એમ્બ્યુલન્સ અને એક પેરામેડિક સુપરવાઈઝર ક્રેશ સ્થળ પર પહોંચ્યા. બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર માર્ગ પર હતા, પરંતુ અકસ્માત વિસ્તારમાં પહોંચતા પહેલા જ રદ કરવામાં આવ્યા હતા.
 
કેનેડિયન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે લોકોને કોઈ જોખમ હોવાના અહેવાલ નથી. આ દુર્ઘટના પાઇપર પીએ-34 સેનેકા નામના નાના ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં થઈ હતી. રિપોર્ટ અનુસાર, પાઇપર PA-34નું ઉત્પાદન 1972માં કરવામાં આવ્યું હતું અને 2019માં રજીસ્ટર થયું હતું.