શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :ન્યૂયોર્કઃ , સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (10:04 IST)

PM મોદીએ અમેરિકામાં ભારતના ડેવલોપમેન્ટની પર કરી વાત, બોલ્યા- 'બતાવું તો તમને ખરાબ નહીં લાગે ને?'

modi visit us
modi visit us image _ X_ modi 
પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. અહીં રવિવારે તેમણે ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. લોંગ આઈલેન્ડના કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત "નમસ્તે યુએસ!" કહીને કર્યું. તેમણે કહ્યું, 'હવે અમારૂ નમસ્તે પણ ગ્લોબલ  બની ગયુ છે, તે હવે લોકલથી ગ્લોબલ થઈ ગયુ છે અને આ બધું તમે  કર્યું છે.' તેમણે કહ્યું, 'હું હંમેશા તમારી ક્ષમતા, ભારતીય પ્રવાસીઓના સામર્થ્યને સમજુ છું.  જ્યારે મારી પાસે કોઈ સરકારી પદ નહોતું ત્યારે પણ સમજતો હતો અને આજે પણ સમજું છું. મારા માટે તમે બધા ભારતના શક્તિશાળી બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છો. તેથી જ હું તમને 'રાષ્ટ્રદૂત' કહું છું."
 
ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં મોટું છે
ભારતમાં વિકાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, "ભારત આજે તકોની ભૂમિ છે, હવે ભારત તકોની રાહ જોતું નથી. હવે ભારત તકોનું સર્જન કરે છે." તેમણે આગળ કહ્યું, "ભારત આજે  જેટલું કનેક્ટેડ છે પહેલા આટલું કનેક્ટેડ ક્યારેય નહોતું. આજે ભારતનું 5G માર્કેટ... જો હું તમને કહું તો તમને ખોટું તો નહીં લાગે ને?... આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં પણ મોટું થઈ ગયું છે અને આ બધું બે વર્ષની અંદર થયું છે,  હવે તો  ભારત મેડ-ઇન-ઈન્ડિયા 6જી પર કામ કરી રહ્યું છે.

 
અહી ખિસ્સામાં વોલેટ, ભારતમાં ડિજિટલ વોલેટ
ભારત દ્વારા કરવામાં આવેલી ડિજિટલ પ્રગતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ભારતીય અમેરિકનોને કહ્યું કે અહીં તેમના ખિસ્સામાં વોલેટ હોઈ શકે છે, પરંતુ ભારતમાં લોકો પાસે 'ડિજિટલ વોલેટ્સ' છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત પોતાનું વૈશ્વિક વર્ચસ્વ ઈચ્છતું નથી. તેમણે કહ્યું કે ભારત આગ જેવું નથી. વડા પ્રધાને કહ્યું, "આપણે સૂર્ય જેવા છીએ જે પ્રકાશ આપે છે." તે જ સમયે, વડા પ્રધાને કાર્બન ઉત્સર્જન માટે પશ્ચિમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે વિશ્વમાં વિનાશ કરવામાં ભારતની કોઈ ભૂમિકા નથી