1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (11:17 IST)

PM Modi in US: ન્યૂયોર્ક પહોંચ્યા પીએમ મોદી તો લોકોએ વંદે માતરમના લગાવ્યા નારા, આજે UNGA મીટિંગમાં લેશે ભાગ

PM Modi in US
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. જ્યા તેઓ UNGA ની 76માં સત્રને સંબોધિત કરશે.  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે બેઠક કરવા અને ક્વાડ (QUAD) સમિટમાં ભાગ લીધા પછી  પ્રધાનમંત્રી બપોરે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જવા રવાના થયા. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને વડાપ્રધાનની અમેરિકા યાત્રાના આગામી શેડ્યુલ વિશે માહિતી આપી હતી.

 
અરિંદમ બાગચીએ પોતાના ટ્વીટમાં લખ્યું, આભાર વોશિંગ્ટન ! એક ઐતિહાસિક ક્વાડ સમિટ અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ નરેન્દ્ર મોદી તેમની મુલાકાતના આગામી શેડ્યુલ  માટે ન્યૂયોર્ક જવા રવાના થયા છે. ન્યૂયોર્ક પહોંચ્યા બાદ ટ્વિટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે ન્યૂયોર્ક શહેરમાં ઉતર્યો. હું ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે UNGA ને સંબોધિત કરીશ. ન્યૂયોર્કમાં પીએમ નરેન્દ્ર મોદી હોટલની બહાર લોકોને મળ્યા. પ્રધાનમંત્રીના સ્વાગત માટે ત્યાં ઉભેલા લોકોએ 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સ્વાગત કર્યું.