શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (19:35 IST)

PM Modi On Taliban: પીએમ મોદીએ તાલિબાન સરકાર પર ભારતનુ વલણ કર્યુ સ્પષ્ટ, બોલ્યા નવી સરકાર ઈંક્લૂસિવ નથી

PM Modi On Taliban: દુશાંબેમાં આયોજીત SCO સંમેલન દરમિયા પ્રધનામંત્રી નરેન્દ્ર મોદીએ અફગાનિસ્તાનની નવી તાલિબાની સરકાર પર પહેલીવાર ભારતનુ વલણ સ્પષ્ટ કરી દીધુ. પ્રધાનમંત્રી મોદી પોતાના સમાપન સંબોધનમાં સૌથી મોટી વાત કરી કે આ જરૂરી છે કે નવી વ્યવસ્થાની માન્યતા પર નિર્ણય આંતરાષ્ટ્રીય સમુહ સમજીને અને સામૂહિક રૂપથી લે. 
 
વડાપ્રધાને કહ્યું કે જો અફઘાનિસ્તાનમાં અસ્થિરતા અને કટ્ટરવાદ ચાલુ રહેશે તો તે સમગ્ર વિશ્વમાં આતંકવાદી વિચારધારાઓને પ્રોત્સાહન આપશે. એટલું જ નહીં, વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે અન્ય ઉગ્રવાદી જૂથોને હિંસા દ્વારા સત્તા મેળવવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. આપણે સાથે મળીને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશમાં આતંકવાદ ફેલાવવા માટે ન થાય.
 
સ્વીકાર્યતા પર સવાલ 
 
વડાપ્રધાને પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે કહ્યું કે અફઘાનિસ્તાનની નવી સરકાર સમાવેશી નથી. અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન વાટાઘાટો વગર થયું છે અને નવી વ્યવસ્થાની સ્વીકાર્યતા અંગે પ્રશ્નો ઉભા થાય છે. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે મહિલાઓ અને લઘુમતીઓ સહિત અફઘાનિસ્તાનના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ મહત્વનું છે. અફઘાનિસ્તાન પર એસસીઓ બેઠકમાં ભારતનું વલણ સ્પષ્ટ કરતી વખતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ બેઠકમાં હાજર હતા