1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:41 IST)

તાલિબાની હુકૂમત - પંજશીરમાં સામાન્ય નાગરિકોનુ લોહી વહાવી રહ્યુ છે તાલિબાન, અત્યાર સુધી 20 લોકોની હત્યા

અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં તાલિબાનની રેજિસ્ટેંસ ફોર્સ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે તાલિબાને દાવો કરી ચુક્યુ છે કે તેણે પંજશીર જીતી લીધું છે. બીજી બાજુ રેજિસ્ટેંસ ફોર્સનું કહેવું છે કે 60% થી વધુ પંજશીર હજુ પણ  તેમની પાસે જ છે. આ દરમિયાન બીબીસીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન હવે પંજશીરમાં નાગરિકોનું લોહી વહાવી રહ્યુ છે અને અત્યાર સુધીમાં 20 લોકોની હત્યા થઈ છે.
 
બીબીસીના અહેવાલ મુજબ તાલિબાને જે 20 લોકોને નિશાન બનાવેલા તેમા એક દુકાનદાર પણ હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે તાલિબાનીઓના આવ્યા પછી પણ તે વ્યક્તિ ત્યાથી ભાગ્યો નહીં, તેણે કહ્યું કે તે ગરીબ દુકાનદાર છે અને યુદ્ધ સાથે તેને કોઈ લેવાદેવા નથી.  તાલિબાને રેજિસ્ટેંસ ફોર્સના લડવૈયાઓને સિમ વેચવાના આરોપમાં તેની ધરપકડ કરી હતી અને પછી હત્યા કરીને લાશ તેના ઘરમાં નાખી દીધી. લોકોનુ કહેવુ છે કે તેના કે શરીર પર ઈજાના નિશાન હતા.
 
બે દિવસ પહેલા પણ પંજશીરનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તાલિબાનીઓ એક યુવકને તેના ઘરમાંથી બહાર કાઢીને રસ્તા પર તેના પર ગોળીઓ વરસાવતા જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાનના એક ન્યૂઝ પોર્ટલ અનુસાર તાલિબાને કહ્યું હતું કે યુવક પંજશીરના નોર્ધર્ન એલાયંસની સેનામાં સામેલ હતો. જો કે, મૃતકનો અન્ય એક સાથી તાલિબાનને તેનુ ID બતાવતો રહ્યા, પરંતુ તેઓ માન્યા નહી અને તેનો જીવ લઈ લીધો.