બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (09:52 IST)

હત્યાના ડરથી છુપાયા છે પુતિન, દરેક કાર્યક્રમમાં ફરી રહ્યો છે પ્લાસ્ટિક સર્જરીવાળા ડુપ્લીકેટ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ થવા જઈ રહ્યું છે. દરમિયાન, યુક્રેનના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોતાની હત્યાથી ડરે છે. આ કારણોસર પુતિન તેના લુકલાઈક અથવા બોડી ડબલનો ઉપયોગ કરી રહ્યા છે. યુક્રેનના સૈન્ય અને વિદેશી ગુપ્તચરના ભૂતપૂર્વ વડા, લેફ્ટનન્ટ જનરલ વેલેરી કોન્દ્રાટ્યુકે, પુતિનને "સનકી" તરીકે વર્ણવ્યા જે તેમની સુરક્ષા માટે કંઈપણ કરી શકે છે. તેમણે યુક્રેનિયન મીડિયાને જનાવું કે તેઓ કઠપૂતળીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.
 
પુતિનના ડુપ્લીકેટનો કરી રહ્યા છે ઉપયોગ 
 
52 વર્ષીનાં કોન્દ્રાટીયુકે કહ્યું કે એક માણસ જે આટલા લાંબા સમયથી સત્તામાં છે તે પોતાની જાતને બચાવવા માટે ઉપાય કરશે. તેમણે દાવો કર્યો હતો કે પુતિન આજકાલ જાહેર કાર્યક્રમો અથવા સભાઓમાં હાજરી આપવા માટે તેમના ડુપ્લીકેટનો ઉપયોગ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે અસલી પુતિન ક્યારક જ દેખાય છે.  સામાન્ય રીતે તેઓ ત્યારે દેખાય છે જ્યારે રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુની સાથે મોટા ટેબલ પર બેસ્યા હોય. 
 
ઇવેન્ટ્સમાં જોવા મળે છે ડુપ્લીકેટ 
કોન્દ્રાટ્યુક દાવો કરે છે કે જ્યારે પણ પુતિન કોઈ ઈવેન્ટ્સ, એવોર્ડ્સમાં લોકોની નજીક ઊભા હોય ત્યારે તે એક ડુપ્લીકેટ હોય છે.  હત્યાના પ્રયાસોથી બચવા માટે આવું કરવામાં આવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રશિયા પર પુતિનની જગ્યાએ  ડુપ્લીકેટનું શાસન છે? આ અંગે તેમણે કહ્યું કે એવું નથી. 
 
પુતિન પાસે કેટલા ડુપ્લીકેટ છે ? 
જ્યારે પૂછવામાં આવ્યું કે પુતિનના કેટલા ડુપ્લીકેટ  છે? તેમણે આ અંગે કોઈ સંખ્યા કહી નહોતી. પરંતુ તેમણે કહ્યું કે તેઓએ પુતિન જેવા દેખાવ માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે પુતિન સુદૂર સબ-આર્કટિકના એક વિસ્તારની મુલાકાતે ગયા હતા. પરંતુ અહીં પત્રકારોને તેમને જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પ્રયાસ કરનારા પત્રકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.