ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: લંડન , મંગળવાર, 23 મે 2017 (11:30 IST)

Britainના મૈનચેસ્ટરમાં મ્યુઝિક કંસર્ટ દરમિયાન બ્લાસ્ટ, 19ના મોત, IS પર શંકા

બ્રિટેનના મેનચેસ્ટરમાં બે બોમ્બ બ્લાસ્ટ થયાના અહેવાલ છે. આ હુમલામાં 19 લોકોના મોત થયા છે. પોલીસ અનુસાર, બ્લાસ્ટ મેનચેસ્ટરના એરિના કોન્સર્ટ દરમિયાન થયો. આ હુમલામાં મોતનો આંક વધી શકે છે. યૂકે ઓફિશિયલન્સનું કહેવું છે કે, આ એક આતંકુ હુમલો છે. આત્મઘાતી હુમલાખોરોએ આ હુમલો કર્યો છે.
 
પોલીસતંત્ર આને સંભવિત ત્રાસવાદી કૃત્ય ગણે છે. પોલીસનું માનવું છે કે આ વિસ્ફોટ કોઈક આત્મઘાતી હુમલો હતો.    બનાવ નજરે જોનારાઓનું કહેવું છે કે બે ધડાકા થયા હતા. ધડાકો થયો ત્યારે એરિયાના સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી. કોન્સર્ટમાં બાળકો પણ હાજર હતાં.  પોલીસ અધિકારીઓએ બીબીસી ન્યૂઝ સર્વિસને જણાવ્યું હતું કે પહેલો ધડાકો જયાં થયો હતો તે જગ્યાની બાજુમાં એક બીજું શંકાસ્પદ સાધન મળી આવ્યું હતું.
 
એરિયાનાનો મ્યુઝિક કોન્સર્ટ જોવા સ્ટેડિયમમાં લગભગ 20 હજાર લોકો હાજર હતા અને ધડાકો થયા બાદ સ્ટેડિયમ વિસ્તારમાં ઈમરજન્સી સેવાઓ તથા અસંખ્ય એમ્બ્યૂલન્સ મોકલવામાં આવી હતી. મેન્ચેસ્ટર અરીના વિકટોરિયા સ્ટેશનની બાજુમાં જ આવેલું છે. વિસ્ફોટ બાદ આ સ્ટેશને ટ્રેન સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.  વિસ્ફોટ બાદ કોન્સર્ટ સ્થળે એકઠાં થયેલા લોકોએ ચીસાચીસ સાથે નાસભાગ કરી મૂકી હતી.  ગાયિકા એરિયાનાને કોઈ ઈજા થઈ નથી. તે સુરક્ષિત છે