1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 માર્ચ 2018 (13:15 IST)

પહેલી ડિઝિટલ સુપર મૉડલ, જે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

શુ તમે ક્યારેય શુદુ ગ્રામ વિશે સાંભળ્યુ છે. પોતાની સ્કિન અને આંખોને કારણે શુદુ વર્તમાન દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. મહિલા દિવસના દિવસે જ્યારે મહિલાઓની સફળતાનો પર્વ ઉજવવામાં આવે છે ત્યારે શુદુ આનુ એક સારુ ઉદાહરણ છે.  તેણે ગયા વર્ષે એપ્રિલમાં સોશિયલ મીડિયામાં એંટ્રી કરી હતી અને જોત જોતામાં જ એક વર્ષમાં તે સોશિયલ મીડિયા સેંસેશન બની ગઈ.  
ડિઝિટલ આર્ટિસ્ટ અને લંડનના ફોટોગ્રાફરે તેમની ઓળખ એક વર્ષ સુધી છિપાવી રાખી. તાજેતરમાં લોકોએ જ્યારે શુદુના અસલી અને નકલી હોવા પર સવાલ ઉઠાવ્યો ત્યારે તેમણે આ વાતનો ખુલાસો કર્યો. પોતાની બ્લેક સ્કિનને કારણે ચર્ચામાં આવેલ આ મૉડલના ઈસ્ટા પર  60,000થી વધુ ફેંસ થઈ ગયા છે. 



શુદુના ઈંસ્ટા પેજ પર હવે ઈંટ્રોમાં દુનિયાની પ્રથમ ડિઝિટલ મોડલ અપડેટિડ કરવામાં આવી છે.  વિલ્સને એક લાઈફસ્ટાઈલ વેબસાઈટને જણાવ્યુ કે શુદુ તેમની ક્રિએશન અને તેઓ તેના પર શરૂઆતથી કામ કરી રહ્યા છે. પણ તે એક રિયલ મોડલ નથી. તે આજની અનેક મોડલ્સથી ઓછી પણ નથી. ઉલ્લેખનીય છે કે બ્લેક સિન મૉડલ્સને લઈને ઘણી મૂવમેંટ ચલાવવામાં આવે છે અને શુદુ તેમના માટે એક પ્રેરણા અને પ્રતિનિધિ છે. શુદુનુ કહેવુ છે કે તે સશક્તિકરણનો સંદેશ આપવા માંગે છે.