બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2022 (12:59 IST)

આ છે દુનિયાનુ સૌથી અશુભ ગીત, અત્યાર સુધી આ ગીત સાંભળીને 100 લોકોએ કરી આત્મહત્યા !

ગીતોનું કામ છે મનુષ્યની ભાવનાઓને સંચાલિત કરવાનુ,  સંગીત દ્વારા તેને સુખ આપવાનું. જ્યારે મધુર સંગીત કાનમાં પ્રવેશે છે, ત્યારે ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિ પણ ઉત્સાહિત થઈ જાય છે. પરંતુ દરેક ગીત ઊર્જા આપતું નથી. કેટલાક ગીત એવા હોય છે જે દુ:ખ અને પીડાથી ભરેલા હોય છે. આવું જ એક ગીત ઈતિહાસમાં ખૂબ જ લોકપ્રિય થયું હતું, જેમાં એટલી બધી પીડા હતી કે લોકો તેને સાંભળીને આત્મહત્યા કરી લેતા હતા (Most suicidal song in the world) આ 'દુનિયાનું સૌથી અશુભ ગીત' છે અને કથિત રીતે આ ગીત સાંભળીને 100 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. 

 
હાઉ સ્ટફ વર્ક વેબસાઈટ મુજબ ગ્લૂમી સંડે (Gloomy Sunday song) ગીત, દુનિયાનુ સૌથી અશુભ ગીત છે અને કથિત રીતે તેને સાંભળીને 100 લોકોએ આત્મહત્યા કરી લીધી. ઉલ્લેખનીય છે કે આ ગીત રેજ્સો સેરેસ અને લૈજલો જાવોર  (Rezső Seress and László Jávor) દ્વારા રચિત હતુ અને 1933માં લ଒ખાયેલુ હતુ. ગ્રામોફોન સુધી આ ગીત 1935 સુધી પહોંચી શક્યુ હતુ. આ ગીત ને હંગેરિયન સુસાઈડ સોન્ગ  (Hungarian suicide song) ના નામથી ઓળખવામાં આવે છે. 
 
હંગરીના સંગીતકાર રેજસો સેરસે તેને ગ્રેટ ડિપ્રેશનને ધ્યાનમાં રાખીને લખ્યુ હતુ. એ દરમિયાન હંગરી પર ફાસીવાદની પણ અસર પડવા માંડી હતી. 1935 માં પાલ કાલ્મર (Pál Kalmár) એ તેને 1935 માં રેકોર્ડ કર્યુ હતુ.  આ ગીતમાં કહેવામાં આવ્યુ છે કે માનવતાનો અંત થઈ રહ્યો છે.  આ ગીતમાં દયાની ભીખ માંગવામાં આવી રહી છે. ગીતમાં કહ્યુ છે કે મરેલા લોકો રસ્તાઓ પર ચાલી રહ્યા છે અને ધાસના મેદાન લોહીથી લાલ છે.    આ ગીત ખૂબ જ મુશ્કેલીથી રેકોર્ડ કરવામાં આવ્યું હતું અને 1935 માં બુડાપેસ્ટમાં એક મોચીએ આત્મહત્યા કરી હતી. તેણે સુસાઈડ નોટમાં ગ્લુમી સન્ડે ગીતની લાઈનોનો ઉલ્લેખ કર્યો હતો. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે રેજસો સેરેસ અથવા લાઝલો જાવરની મંગેતરે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી અને સુસાઈડ નોટમાં માત્ર ગ્લુમી સન્ડે શબ્દો લખેલા હતા.
 
લોકોએ આત્મહત્યા કેમ કરી?
 
કથિત રીતે ગીત સાંભળીને 2 લોકોએ પોતાને ગોળી મારી અને એક મહિલાએ ગીત સાંભળીને પાણીમાં છલાંગ લગાવી. પછી હંગેરીમાં ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ગીત રિલીઝ થયાના લાંબા સમય બાદ, રેજો સેરેસે પણ વર્ષ 1968માં આત્મહત્યા કરી લીધી હતી અને લોકોએ દાવો કર્યો હતો કે ગીત સાંભળીને તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તો શું આ ગીતમાં ખરેખર એવું કંઈક હતું જેને સાંભળીને લોકો આત્મહત્યા કરી લેતા હતા કે બીજું કંઈક હતું? હાઉ સ્ટફ વર્ક વિજ્ઞાન સંબંધિત સાઇટ હોવાથી, તેના અહેવાલમાં આ ગીતની અસરને વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે હંગેરીમાં આત્મહત્યાનો દર હંમેશા ઊંચો રહ્યો છે અને જે સમયે ગીત રિલીઝ થયું તે સમયે લોકો પહેલાથી જ નિરાશા અને હતાશામાં હતા. લોકો પાસે પૈસા નહોતા, નોકરીઓ જતી રહી હતી, આવી સ્થિતિમાં તેમની સામે આત્મહત્યા એ એકમાત્ર સરળ રસ્તો હતો. આ કારણોસર લોકો કદાચ ગીતના શબ્દોથી વધુ દુખી થશે અને તેઓને લાગશે કે તે તેમના પોતાના જીવન સાથે સંબંધિત છે.