ઈરાક/બગદાદમાં અમેરિકી દુતાવાસ પાસે 3 રૉકેટ છોડાયા, ગ્રીન જોનમાં એક મહિનામાં ત્રીજો હુમલો

missile
બગદાદ| Last Modified મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (11:08 IST)
ઈરાકની રાજધાની બગદાદમાં સોમવારે મોડી રાત્રે અમેરિકી દૂતાવાસ પાસે ત્રણ કૃત્યુષા રૉકેટ છોડવામાં આવ્યા. જોકે કોઈ નુકશાનના સમાચાર નથી. ન્યુઝ ચેનલ અલ અરબિયાએ સુરક્ષા સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે ધમાકા પછી ગ્રીન જોનમાં સુરક્ષા અલાર્મ વાગવા માંડ્યો.
અમેરિકી દૂતાવાસ બગદાદના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્ર ગ્રીન જોનમાં સ્થિત છે.
સૂત્રોએ કહ્યુ કે જફરનિયાહ જીલ્લામાંથી ત્રણ રોકેટ લૉન્ચ કરવામાં આવ્યા
હતા.

નોંધનીય છે કે, અમેરિકાએ એરસ્ટ્રાઇક કરીને ઇરાનના કમાન્ડર સુલેમાનીને મારી નાંખ્યો હતો, બાદમાં ઇરાકે બદલો લેવાની વાત કહી હતી. ત્યારબાદથી બન્ને દેશો વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે.
થોડાક દિવસો પહેલા જ ઇરાકને અમેરિકાના એક સૈન્ય કેમ્પ પર 4 રૉકેટ છોડ્યા હતા, એટલુ જ નહીં મિસાઇલ એટેકમાં યૂક્રેનનુ એક પેસેન્જર વિમાન પણ તોડી પાડ્યુ હતુ.


આ પણ વાંચો :