મમ્મીને હનીમુન પર સાથે લઈ ગઈ હતી દિકરી, સાસુએ જમાઈ સાથે જ કરી લીધા લગ્ન, વાંચો દગાની હ્રદયદ્રાવક સ્ટોરી

Last Modified સોમવાર, 20 જાન્યુઆરી 2020 (16:36 IST)
એક પુત્રીને તેની માતાએ દગો આપ્યો. 34 વર્ષની એક મહિલાએ દગાની આ દર્દનાક સ્ટોરી શેયર કરી છે. લંડનના ટ્વિકેનહમની રહેનારી લૉરેન વૉલના લગ્નના 2 મહિના પછી પતિ અચાનક ઘરેથી જતો રહ્યો. લૉરેન વૉલને થોડા દિવસ પછી જાણ થઈ કે તેમની માતા અને પતિ સાથે રહી રહ્યા છે.

mirror.co.ukમાં છપાયેલા સમાચાર મુજબ લૉરેને અપની પૉલ સાથે 2004માં લગ્ન કર્યા હતા. માતા જુલીએ પુત્રીના લગ્નમાં લગભગ 14 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. તેથી લૉરેન ખૂબ ખુશ થઈ ગઈ અને પોતાની માતાને પર સાથે લઈ ગઈ. પણ તેને શુ ખબર હતી કે તેની સાથે આટલો મોટો દગો થવાનો છે.

લૉરેનને ત્યારે મોટો ઝટકો આગ્યો જયારે હનીમુનથી પરત ફરવાના થોડા દિવસ પછી જ જુલી અને પોલ સાથે રહેવા લાગ્યા. જે માતાની તે દેખરેખ કરતી હતી. તેણે જ દગો આપ્યો. લૉરેનને બીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે થોડા મહિના પછી જ તેની માતા જુલીએ પોલના બાળકને જન્મ આપ્યો.

અનેક વર્ષો પછી માતા જુલી અને પૉલે લગ્ન પણ કરી લીધા. આ લગ્નમાં પુત્રી લૉરેન પણ સામેલ થઈ. એ વ્યક્તિ જેની સાથે એક સમયે પોતે લગ્ન કરી ચુકી હતી તેની સાથે માતાને લગ્નના વચનો આપતા જોઈને તે ખૂબ ઉદાસ થઈ ગઈ.

રિપોર્ટ મુજબ મા જુલીએ શરૂઆતમાં સંબંધો છુપાવવાની કોશિશ કરી પણ સમય સાથે તેમણે આ ભૂલ માની લીધી.
પણ બેવફા પતિ પોલ લૉરેન સાથે નજર પણ ન મેળવી શક્યો. લૉરેનનુ કહેવુ છે કે તે આ જીવનમાં ક્યારેય પણ પોલને માફ નહી કરી શકે.


આ પણ વાંચો :