રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 6 નવેમ્બર 2024 (12:38 IST)

US Election 2024 Result : ડોનાલ્ડ ટ્રંપ બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ, સીનેટ પર પણ કર્યો કબજો

Donald Trump and Kamala Harris
US Election 2024 Result Live:સંયુક્ત રાજ્ય અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ચુક્યુ છે. વોટિંગ ખતમ થયા પછી રાજ્યોમાંથી ચૂંટણીના પરિણામ પણ સતત સામે આવી રહ્યા છે. અત્યાર સુધી સામે આવેલા પરિણામમાં રિપબ્લિકન ઉમેદવાર  ડોનાલ્ડ ડ્રમ્પને 246 ઈલેક્ટોરલ વોટ અને કમલા હૈરિસને 210  ઈલેક્ટોરલ વોટ મળ્યા છે.  ખાસ વાત એ છે કે ટ્રંપે 2 સ્વિંગ સ્ટેટ્સમાં જીત મેળવી છે અને 4 માં આગળ ચાલી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે જીતવા માટે કોઈપણ ઉમેદવારને 270 વોટ જોઈએ. આવો જાણીએ ચૂંટણી અપડેટ્સ 

- પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'સુવર્ણ યુગ'માં પાછા ફરવાનું વચન આપ્યું છે જ્યારે અમેરિકા મહાન હતું. હેરિસે વચન આપ્યું છે કે તે સંવાદિતા અને સહકારની નવી શરૂઆત કરશે. જ્યારે ટ્રમ્પનો રેકોર્ડ વિવાદાસ્પદ હોઈ શકે છે, હેરિસને બિડેનના પડછાયામાંથી બહાર આવ્યા પછી માત્ર ત્રણ મહિનાના પ્રચારમાં પોતાને અલગ પાડવાની મર્યાદિત તકો મળી છે. તેમણે બિડેન વહીવટીતંત્રના ફુગાવાના રેકોર્ડ અને ગેરકાયદેસર સ્થળાંતરને લગતા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો.

રિપબ્લિકન પાર્ટીએ સેનેટ પણ કબજે કરી છે
યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024 પરિણામો
• ડોનાલ્ડ ટ્રમ્પ – 277 (બહુમતીનો આંકડો પાર કર્યો)
• કમલા હેરિસ – 226
 
પરિણામો આવવાના બાકી છે – 35
• ટ્રમ્પ આગળ – 35
હેરિસ ફોરવર્ડ – 0
 
લીડ જીતો
• ટ્રમ્પ – 277 35 = 312
હેરિસ – 226

ટ્રમ્પ પ્રારંભિક વલણો મુજબ ફ્લૉરિડા, અલબામા, મિસૉરી, ઑક્લાહામા તથા ટૅનેસીમાં સરસાઈ ધરાવે છે તો કમલા હૅરિસ ડિસ્ટ્રિક્ટ ઑફ કૉલંબિયા, મૅરિલૅન્ડ અને મૅસેચ્યુસેટ્સમાં અગ્રેસર છે. આ રાજ્યોએ અગાઉ પણ 'વલણ મુજબ જ પરિણામ' આપ્યા છે.

અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિએ ટ્રમ્પને સૌથી પહેલા પાઠવ્યા અભિનંદન    
ડોનાલ્ડ ટ્રમ્પને બહુમત મળતાની સાથે જ અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, "યુનાઇટેડ સ્ટેટ્સના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન... ભગવાન તમને આશીર્વાદ આપે અને તમને માર્ગદર્શન આપે."

 
ભારતીય સમય મુજબ મંગળવારે બપોરે સાડા ચાર વાગ્યા આસપાસથી મતદાન શરૂ થયું હતું.
 
કમલા હૅરિસ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ટ્રમ્પ સતત ત્રીજી વખત રિપબ્લિકન પાર્ટી વતી ચૂંટણીજંગમાં ઊતર્યા છે.
 
ઉલ્લેખનીય છે કે ડેમૉક્રૅટિક પાર્ટીએ ચૂંટણીની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઇડનને ટ્રમ્પ સામે ઉતાર્યા હતા, પરંતુ બંને નેતાઓ વચ્ચેની પ્રથમ ટેલિવિઝન ડિબૅટમાં બાઇડનના પ્રદર્શન બાદ તેમને હઠી જવા માટે કહેવામાં આવ્યું હતું અને હૅરિસ માટે માર્ગ મોકળો થયો હતો.

સ્વિંગ સ્ટેટ્સની સ્થિતિ
 
અમેરિકાની ચૂંટણીમાં સૌથી મોટા સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા પેન્સિલવેનિયામાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. તમામ સાત સ્વિંગ સ્ટેટ્સમાં ટ્રમ્પ પહેલાથી જ લીડ ધરાવતા હતા.
 
ફ્લૉરિડામાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને વિજય મળે તેવી શક્યતા છે. અહીં 73 ટકા મતોની ગણતરી થઈ ગઈ છે.
 
24 વર્ષ પહેલાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જ્યૉર્ડ ડબલ્યુ બુશે ડેમૉક્રૅટિક પાર્ટીના ઉમેદવાર અલ ગોરને અમુક હજાર મતોથી અહીં પરાજય આપ્યો હતો.
 
ફ્લૉરિડા રાજ્યનું વલણ આશ્ચર્ય પમાડનારું નથી, પરંતુ ઑરલાન્ડો પાસેની ઑસિઓલા કાઉન્ટીમાં ટ્રમ્પનો વિજય ચોંકાવનારો છે.
 
ટ્રમ્પે મતદાન બાદ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
બીજી બાજુ, કમલા હૅરિસના સમર્થક હાવર્ડ યુનિવર્સિટીની બહાર એકઠાથઈ રહ્યા છે. કમલા હૅરિસે અહીંથી અભ્યાસ કર્યો છે અને ઇલૅક્શન નાઇટ પાર્ટી અહીં જ યોજાનારી છે