સોમવાર, 14 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 એપ્રિલ 2025 (12:29 IST)

Helicopter Crash in America: ન્યૂયોર્કમાં હેલીકોપ્ટર ક્રેશ, એક જ પરિવારના 6 લોકોની મોત, સામે આવ્યો VIDEO

US viral video
US viral video
America Helicopter Crash: અમેરિકાના મૈનહટ્ટનમાં હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. ન્યૂયોર્કની હડસન નદીમાં ગુરૂવારે આ દુર્ઘટના થઈ છે.  આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. અધિકરીઓએ માહિતી આપતા જણાવ્યુ કે આ દુર્ઘટના લોઅર મૈનહટ્ટન અને જર્સી સિટી વચ્ચે થઈ છે.  દુર્ઘટના બાદ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. 
 
મૃતકોમાં એક જ પરિવારના પાંચ લોકોનો સમાવેશ 
ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે મૃતકોમાં પાઇલટ અને પાંચ જણનો સ્પેનિશ પરિવારનો સમાવેશ થાય છે. ન્યૂ યોર્ક પોલીસ વિભાગે આ ઘટના અંગે માહિતી શેર કરતા કહ્યું કે, "વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ નજીક હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે."
 
જુઓ વીડિયો 
સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવેલ વીડિયોમાં હેલીકોપ્ટર આખે આખુ પાણીમાં ડૂબેલુ જોવા મળી રહ્યુ છે. દુર્ઘટના સમયે આકાશમાં વાદળ છવાયેલા હતા. હવાની ગતિ લગભગ 10 થી 15 મીલ પ્રતિ કલાક હતી.  સાધારણ વરસાદની સંભાવના બતાવાઈ છે. સંઘીય ઉડ્ડયન પ્રશાસન (FAA) એ કહ્યુ કે તે રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ  (NTSB) ની સાથે કામ કરી રહ્યા છે.

 
પ્રત્યક્ષદર્શીએ શુ બતાવ્યુ 
ઘટના પર હાજર એક પ્રત્યક્ષદર્શી બ્રૂસ વૉલે જણાવ્યુ કે તેણે હેલીકોપ્ટરને હવામાં તૂટતા જોયુ. હેલીકોપ્ટર પડતી વખતે પ્રોપેલર હેલીકોપ્ટર વગર ફરી રહ્યુ હતુ. અન્ય નજરે જોનારા ડૈની હોરબિયાક પોતાની જર્સી સિટી સ્થિત ઘર પર હતી. જ્યારે તેણે અવાજ સાંભળ્યો. તો તેણે બારીમાંથી બહાર જોયુ તો હેલીકોપ્ટર અનેક ટુકડાઓમાં નદીમાં જઈ પડ્યુ.   એક અન્ય નજરે જોનારા લેસ્લી કૈમાચોએ જણાવ્યુ કે હેલીકોપ્ટર અનિયંત્રિત રૂપથી ફરી રહ્યુ હતુ અને ધુમાડો નીકળી રહ્યો હતો અને પછી તે પાણીમાં જઈ પડ્યુ