ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 8 જૂન 2018 (13:32 IST)

વસીમ અકરમે પોતાની સામે જ પોતાની પત્નીને એક અશ્વેત વ્યક્તિ સાથે સેક્સ કરવા મજબૂર કરી હતી - રેહમ ખાનના પુસ્તકમાં સનસનીખેજ ખુલાસો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને નેતા ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાનનુ આવનારુ પુસ્તક આજકાલ ખૂબ ચર્ચામાં છે.  જો કે આ પુસ્તક અત્યાર સુધી આવ્યુ નથી. પણ માર્કેટમાં આવતા પહેલા જ આ પુસ્તકે પાકિસ્તાનની રાજનીતીમાં ભૂકંપ લાવ્યો છે. રેહમ ખાને આ પુસ્તકમાં એવા એવા ખુલાસા કર્યા છે જે આવનારા દિવસોમાં મોટુ રૂપ લેશે. આ પુસ્તકમાં રેહમ ખાને ઈમરાનની પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડ સ્મિથ, વસીમ અકરમ, પોતાના પૂર્વ પતિ એજાજ રહેમાન અને એક બ્રિટિશ બિઝનેસમેન સૈયદ જુલ્ફિકાર બુખારી વિરુદ્ધ અનેક સનસનીખેજ ખુલાસા કર્યા છે. 
 
હવે આ પુસ્તકના ખુલાસા પર રેહમ ખાનને વસીમ અકરમ સહિત 4 લોકોને લીગલ નોટિસ આપી છે.  તેમનો આરોપ છે કે રેહમે પોતાના પુસ્તકમાં તેમનુ અપમાન કર્યુ છે. ઈમરાનની પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે પણ કહ્યુ છે કે જો આ પુસ્તક રજુ થયુ તો તે રેહમ પર કેસ કરશે. નોટિસમાં રેહમને 14 દિવસનો સમય આપ્યોછે. સાથે જ કહી દીધુ છે કે જો તેણે આ દરમિયાન યોગ્ય જવાબ ન આપ્યો તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 
 
રેહમની પૂર્વ પત્ની ટીવી એંકર રહી ચુકી છે. ઈમરાન ખાન સાથે તેમના લગ્ન 15 મહિનામાં જ તૂટી ગયા હતા. હવે તે પોતાના પુસ્તકને કારણે ચર્ચામાં છે. તેનુ કારણ એ છે કે આ પુસ્તકના કેટલાક અંશ ઈંટરનેટ પર લીક થઈ ગયા છે.  પુસ્તકનુ નામ રેહમ ખાન છે.  આ પુસ્તકમાં રેહમના જુદા જુદા સેલિબ્રિટીઝ સાથેની વાતચીત અને ઈમરાન સથે તેમના લગ્ન વિશે લખ્યુ છે. 
 
મીડિયા રિપોર્ટ મુજબ જે કંટેટ ઓનલાઈન લીક થયો છે તેમા રેહમે વસીમ અકરમ પર આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાની સેક્સુઅલ ફૈટસીઝને પૂર્ણ કરવા માટે પોતાની દિવંગત પત્નીને પોતાની સામે એક અશ્વેત વ્યક્તિ સાથે સંબંધ બનાવવા કહ્યુ. આ અંશના લીક થતા જ વસીમ અકરમ તરફથી રેહમ ખાનને નોટિસ મોકલવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યુ છે કે આ ખૂબ જ બદનામીવાળો, અશ્લીલ અને અપમાનજનક છે.  વસીમ અકરમ જાણીતા પાકિસ્તાની ક્રિકેટર છે. 
 
પુસ્તક જે અંશ લીક થયા છે તેમા બ્રિટિશ બિઝનેસમેન સૈયદ જુલ્ફિકાર બુખારી પર ઈમરાન માટે ખોટુ કામ કરવાનો આરોપ લગાવાયો છે. જેમા એક વધુ સનસનીખેજ આરોપ લગાવતા લખ્યુ છે કે બુખારીએ લંડનમાં એક યુવતીનુ એબોર્શન કરાવ્યુ હતુ. જેના ઈમરાન ખાન સાથે સંબંધ હતા.  આ પુસ્તકમાં ખ્વાજા પર ઈમરાન સાથે અવૈધ અફેયરનો આરોપ પણ લગાવ્યો છે. એટલુ જ નહી રેહમે પોતાના લગ્નના નિષ્ફળ રહેવા માટે પોતાના પતિ ડોક્ટર રહેમાનને જવાબદાર ઠેરવ્યા છે.