શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: જકાર્તા , સોમવાર, 2 જૂન 2008 (12:24 IST)

આકાશમાંથી નોટોનો વરસાદ

ઈંડોનેશિયાના સેરાંગ શહેરના રહેવાસીઓની આંખો તે સમયે આશ્વર્યથી પહોળી થઈ ગઈ જ્યારે તેમણે આકાશમાંથી રૂપિયાનો વરસાદ થતો જોયો.

આ ઘટના તે સમયે થઈ જ્યારે એક મગજના ફરેલા લેખક તુંગ દેસેમ વારિગિને પોતાના નવા પુસ્તકના પ્રચાર માટે અહીં વિમાનમાંથી 10 કરોડ રૂપિયા હવામાં ઉડાડ્યા. આ નોટોને સમેટવા માટે હજારો લોકો સેરાંગમાં રસ્તા પર દોડી આવ્યા.

વારિંગિને નોટોનો આ વરસાદ રાજધાની જકાર્તાના ઉપર કરવા માંગતા હતા, પરંતુ પ્રશાસેન તેમને આ માટે મંજૂરી ન આપી, તેથી તેમણે સેરાંગને આ માટે પસંદ કર્યુ. ઈંડોનેશિયામાં લાખો લોકો એવા છે કે જેમની રોજની આવક બે ડોલરથી પણ ઓછી છે.