Last Modified: લંડન , રવિવાર, 8 માર્ચ 2009 (15:16 IST)
આયરલેન્ડની સેન્ય છાવણી પર હુમલો
ઉત્તરી આયરલેન્ડ સ્થિત બ્રિટિશ સૈન્ય મથક પર રવિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ઉત્તરી આયરલેન્ડના એંટ્રિમ કાઉંટીના માસરીન સ્થિત રોયલ એન્જિનિયર્સના મુખ્યાલય પર આ હુમલો થયો હતો. આ હુમલાના સંબંધમાં તેમણે વધુ માહિતી આપવાથી ઈન્કાર કરી દીધો હતો.
રક્ષા મંત્રાલયે લંડનમાં કહ્યું કે હાલમાં તેઓ વિસ્તૃત માહિતી આપવામાં સક્ષમ નથી. ઉત્તરી આયરલેન્ડ લગભગ ત્રણ દશક સુધી ગૃહયુદ્ધમાં ફસાયેલું હતું. તેમાં આશરે ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યાં છે. જ્યારે વર્ષ 1998 માં ગુડ ફ્રાઈડે સમજૂતિ બાદ હિંસા સમાપ્ત થઈ હતી.