1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મેલબોર્ન , મંગળવાર, 29 જૂન 2010 (15:13 IST)

પત્નીના હત્યારા ભારતીયને 17 વર્ષની કેદ

પત્નીને ઢોરમાર મારીને તેની હત્યા કરનારા એક ભારતીય નાગરિકને વિક્ટોરિયાની સુપ્રીમ કોર્ટે મંગળવારે 17 વર્ષની સજા ફટકારી છે.

સુખમંદરસિંહને પત્ની મોહિન્દર કૌરની હત્યાનો દોષી ઠેરાવવામાં આવ્યો છે. ચૂકાદો સંભળાવતા જજ ટેરી ફૉરેસ્ટે કહ્યું કે, આરોપીઓને પોતાના કૃત્ય પર કોઈ પછતાવો નથી. સુખમંદરે સાત મે 2009 ના રોજ ન્રિડી સ્થિત વૈલી લેક બોલેવાર્ડમાં મોહિન્દરની ડંડો મારીને પીટાઈ કરી હતી બાદમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

ફરિયાદ પક્ષ અનુસાર સુખમંદર પત્નીના બીજા કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવતો હતો. તેણે કેટલાયે વર્ષો સુધી મોહિન્દર સાથે દુર્વ્યવહાર કર્યો. વર્ષ 2008 માં મોહિન્દર ઑસ્ટ્રેલિયા આવી તો સુખમંદર પણ અહી આવી પહોંચ્યો.

આ દંપત્તિની ચાર સંતાનો છે. મોટી પુત્રી સરબજીત કૌર (21 વર્ષ) મેલબોર્નમાં અભ્યાસ કરી રહી છે. સરબજીતે જ પોતાની માતા માટે વીઝાનો બંદોબસ્ત કર્યો હતો. ગત વર્ષ પિતાના સારા વ્યવહારનું આશ્વાસન મળ્યાં બાદ તેણે માર્ચમાં સુખમંદર માટે પણ વીજાની વ્યવસ્થા કરી હતી.