1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કરાચી , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (18:12 IST)

પાક.માં હિન્દુ સંગઠનની જમીન પડાવી લીધી

કરાચી(ભાષા) 1947માં દેશના ભાગલા સમયે હિન્દુ ધાર્મિક સંગઠન કલ્યાણ સંસ્થાનની પાકિસ્તાનના દક્ષીણ વિસ્તારમાં સ્થીત જમીનને નેશનલ એકેડમી ઓફ પર્ફોર્મીંગ આર્ટસ (એનપીએ) દ્વારા પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સંસ્થા દ્વારા અદાલતમાં કરવામાં આવી છે. હિન્દુ સંગઠન દ્વારા પાકિસ્તાન સરકારની સામે કરાયેલી કોર્ટ ફરિયાદ સમગ્ર દેશમાં ચર્ચાનુ કેન્દ્ર બની ગઈ છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, પાકિસ્તાનના દક્ષીણ વિસ્તારમાં રત્નેશ્વરી મહાદેવ કલ્યાણ સેવા મંડળની વિશાળ જમીન હતી. જે 1947માં ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનના એકેડમિક ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્વારા પડાવી લેવામાં આવી હતી. વિભાજન પૂર્વે હિન્દુ જીમખાના આ સંસ્થાની માલિકીનુ હતુ.

પરંતુ ભાગલા પછી તેની સુરક્ષાની જવાબદારી સિંધ કલ્ચરલ હેરિટેજ સંરક્ષણ અંતર્ગત હતી. આ સંપત્તિ હિન્દુ સમૂદાયના લોકોની સામાજીક તથા સાંસ્કૃતિક ગતિવિધીઓને જારી રાખવા માટે નિર્ધારિત કરવામાં આવી હતી. જે નેશનલ એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્વારા પડાવી લેવામાં આવી હોવાની રાવ સંસ્થાએ અદાલતમાં કરી હતી. જે બાબતે સિંધ હાઈકોર્ટે કાલે એનપીએ તથા સિંધ કલ્ચરલ હેરિટેજ ડિપાર્ટમેન્ટને પોતાનો પક્ષ રજુ કરવા માટે નોટિસ જારી કરી છે.