1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

"પાક વિશ્વ માટે ખતરનાક દેશ"

પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણવાતાં અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી મેડેલીન અલબ્રાઈટે કહ્યું હતું કે, પરમાણું હથિયારથી માંડીને ત્યાનો કટ્ટરવાદ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે માથાનો દુઃખાવો બની ગયો છે.

મુસ્લીમ જગત સાથે અમેરિકાના સંબંધો અંગે યોજાયેલા એક પરિસંવાદમાં ભાગ લેતાં અલબ્રાઈટે કહ્યું હતું કે, પરમાણું હથિયાર, કટ્ટરતાવાદ, ગરીબાઈ, ભ્રષ્ટાચાર અને નબળા વહીવટી તંત્રએ પાકિસ્તાનને ભયાવદ પરિસ્થિતિમાં મુકી દીધું છે.

રોજેરોજ વિશ્વમાં એક જ ચર્ચા ઊગ્ર બની રહી છે કે, વિશ્વમાં ખતરનાક દેશ કયો છે ? તો મારા મતે પાકિસ્તાન છે. કારણ કે તે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે હાલ માથાનો દુઃખાવો બની ગયો છે.

અત્રે ઊલ્લેખનીય છે કે, અલબ્રાઈટ ડિલટ્નના શાસનકાળમાં વિદેશમંત્રી હતા. રીચાર્ડ હોલબ્રુકેને પાકિસ્તાન-અફઘાનિસ્તાન માટે ખાસ પ્રતિનિધિ બનાવવાનો રાષ્ટ્રપતિ ઓબામાના નિર્ણયને પણ વધાવી લેતા તેમણે કહ્યું હતું કે, અફઘાન સરહદે વધતી ઘૂસણખોરીને અટકાવવામાં મદદરૂપ બનશે.