1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ન્યૂયોર્ક , શનિવાર, 26 એપ્રિલ 2008 (11:26 IST)

મેડોના ગરીબોની મદદે

ન્યૂયોર્ક. પોપ ગાયિકા મેડોનાએ ગરીબીથી પીડિત મલાવીના લોકોની મદદ માટે ફિલ્મ દ્વારા સહારો લીધો છે. સરકારી મદદની ઉપેક્ષાએ લોકોની તરફથી જ સ્વૈચ્છિક મદદ આવે તે માટે તેની રજુઆત તે ફિલ્મના માધ્યમથી કરી રહી છે.

મલાવી લોકોની સ્થિતિની તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવા માટે તથા તેમની મદદ માટે ટ્રિબેકાના ફિલ્મ સમારોહમાં તેમનું એક વૃત્તિ ચિત્ર પ્રદર્શિત થયું.

હમણાં આ સુપરસ્ટારને અમેરિકાની સરકાર તરફથી વધારે મદદ મળવાની કોઈ આશા જણાતી નથી. મૈડોનાએ ગુરૂવારે અહીંયા સમારોહનાં ફિલ્મના પ્રદર્શન દરમિયાન દર્શકોને કહ્યું હતું કે ખબર નહી આપણી સરકાર દેવામાં ડૂબતાં તેમજ બરબાદ થતાં જોવા છતાં પણ ક્યારે મદદ કરવા ઈચ્છશે. મૈડોનાએ કહ્યું કે હું અહીંયા છું કેમકે હું તમારી સાથે છું.

અહીંયા તેના નજીકના મિત્રો રોજી ઓ ડોનેલ તથા નતાલી પોર્ટમૈન પણ ઉપસ્થિત હતાં. માનવામાં આવે તેવું છે કે મલાવી વિસ્તારોમાં ભ્રમણ કર્યા બાદ તેને આ દેશ પ્રત્યે પ્રેમ જાગ્યો હતો.