શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (23:05 IST)

Kiss કરતી વખતે છોકરીઓ પોતાની આંખો બંધ કેમ કરી લે છે ?

પાર્ટનરને પોતાનો પ્રેમ બતાવવાની સૌથી સારી રીત છે કિસ.  પ્રેમભર્યુ કિસ. પાર્ટનર વચ્ચેના અંતરને ઓછુ કરી દે છે.  પણ કિસ કરતી વખતે યુવતીઓ મોટેભાગે પોતાની આંખો બંધ કરી લે છે.  જાણો કેમ ? તેની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ છે. જેના વિશે આજે અમે તમને બતાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ કેમ કિસ કરતી વખતે છોકરીઓ પોતાની આંખો બંધ કરી લે છે.. 
 
વૈજ્ઞાનિક કારણ 
 
મનોવૈજ્ઞાનિકો મુજબ કિસ કરતી વખતે મગજ એક સાથે બે વસ્તુઓ પર ફોકસ નથી કરી શકતુ. મતલબ જો મગજને કિસ કરતી વખતે આંખો દ્વારા પ્રાપ્ત સંકેતો પર પણ ધ્યાન આપવુ પડે તો એ માટે આ મુશ્કેલ થઈ જાય છે. તેનાથી મગજની સેંસેશન પ્રક્રિયામાં અવરોધ આવવા માંડે છે. જેને કારણે આંખો બંધ થઈ જાય છે. 
 
ભાવનાત્મક કારણ 
 
કિસ કરતી વખતે લોકો એક બીજાના નિકટ હોવાનુ અનુભવ કરે છે અને મહેસૂસ કરવા માંગે છે. તેઓ કિસ સાથે પોતાનો પુરો સાથ, સહયોગ અને સુરક્ષાનો એહસાસ પાર્ટનરની અંદર ઉતારી દેવા માંગે છે. એક બીજામાં ખોવાઈને દુનિયા ભૂલી જવા માંગે છે.  આંખો ખુલી હોય તો બહારની વસ્તુઓ અને અવાજ તમારુ ધ્યાન ભટકાવી શકે છે. તેથી કિસ કરતે વખતે લોકો આંખો બંધ કરી લે છે. 
 
રૂમાની કારણ - બંધ આખોનો ફાયદો એ છે કે આ રીતે તમે લાંબા સમય સુધી એકબીજાને કિસ કરી શકો છો. જ્યારે કે આખો ખુલી હોય તો કોઈને કોઈ વસ્તુ તમારુ ધ્યાન ભટકાવી દેશે અને એ ક્ષણ ખતમ થઈ જશે. આમ પણ  તમે એ સમયે કંઈ બીજુ જોવાને બદલે તમે એ ક્ષણને અનુભવ કરવા માંગો છો તેથી આંખો બંધ કરીને તેના આનંદને ભીતર ઉતારી દો છો.