શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Modified: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (18:41 IST)

Valentine Day 2021: વેલેન્ટાઈન ડે ના એક દિવસ પહેલા ઉજવાય છે Kiss Day, શુ આરોગ્ય માટે લાભકારી છે કિસ કરવુ ?

વેલેન્ટાઇન ડે ના એક દિવસ પહેલા  કિસ ડે  આવે છે. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે તે કિસ  ડે ક્યારે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે, કપલ્સ 13 ફેબ્રુઆરીએ કિસ ડે અને 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરશે. વેલેન્ટાઇન વીકનો સૌથી રોમેન્ટિક દિવસોમાં કિસ ડે માનવામાં આવે છે અને આ દિવસે પ્રેમ પ્રેમી અને પ્રેમિકા માટે વિશેષરૂપથી મહત્વપૂર્ણ છે. ચુંબન દિવસ કે કિસ ડે સામાન્ય રીતે યુવા અને લવ બર્ડ્સ દ્વારા ઉજવાય છે. એવુ કહેવાય છેકે આ દિવસે કિસ પણ પ્રેમના ઊંડાણને બનાવે છે.  આ કારણે કપલ્સ પોતાનો પ્રેમ બતાવવા માટે આ દિવસે એક બીજાને કિસ કરે છે. કિસિંગ બીજા પ્રત્યે આપણો સ્નેહ વ્યક્ત કરવાનો સૌથી મૌલિક રીતમાંથી એક છે. 
 
અનેકવાર એવુ થાય છેકે સંબંધોમાં પ્રેમથી વધુ વાસના ભરેલી હોય છે.  જે આગળ જતા દુખનુ કારણ બને છે. પણ અનેક લોકો તેનાથી અલગ હોય છે.  જેમના સંબંધમાં ફત્ક અને ફક્ત પ્રેમ અને હકીકત હોય છે.  શુ આપ જાણો છો કે  પ્રેમમાં કિસ એટલે કે ચુંબન પણ જરૂરી હોય છે. પણ અનેક લોકો એવા પણ છે જે પોતાના સાથીને ખૂબ જ પેમ કરે છે પણ તેમને અડવાનો પ્રયત્ન પણ નથી કરતા.  જો કે આવુ અનેકવાર ફક્ત શરમને કારણે, સામાજીક ભય વગેરેને કારણે જ નહી પણ કેટલાક ઉસૂલ જેને આપણે સંસ્કાર કહીએ છીએ તેને કારણે પણ હોઈ શકે છે.  યુવતીને જ શરમ આવે કે તે પોતાની ફીલિગ્સ છુપાવે એવુ પણ જરૂરી નથી. અનેકવાર છોકરાઓ પણ આવુ કરવાથી ગભરાય છે. 
પણ એક શોધમાં જોવા મળ્યુ છે કે જો તમે પણ કોઈને પ્રેમ કરો છો તો એ સંબંધને મજબૂત કરવા માટે કિસ ખૂબ જરૂરી છે. જો તમે શરમાવ છો કે ગભરાવ છો કે પછી કોઈપણ અન્ય કારણથી અમે તમારા પાર્ટનરને ટચ કરવાથી ગભરાવ છો તો આ બધાને ત્યજીને તમારા પાર્ટનરને પ્રેમાળ ઝપ્પી (આલિંગન) સાથે પપ્પી પણ આપવી શરૂ કરી દો.  આજે અમે તમને બતાવી રહ્યા છીએ કિસ કરવાનુ મહત્વ અને ત્યારબાદ તમે પણ તમારા સાથીને કિસ કર્યા વગર રહી નહી શકો. 
 
ભાવનાત્મક જોડાણ - જો તમે તમારા સાથીને ચુંબન કરો છો તો તેનાથી તમારા બન્નેની ભાવનાઓ પરસ્પર જોડાય છે. કારણ કે કોઈને પ્રેમ બળજબરીથી નથી કરાવી શકાતો. આ એક ભાવનાત્મક સંબંધ હોય છે. તેને મજબૂત કરવા માટે કિસ કરવુ ખૂબ જરૂરી છે. 
 
તમારા પ્રેમનો એકરાર - તમે તમારા પ્રેમને અનેક રીતે તમારા સાથીને બતાવી શકો છો આ માટે કિસ એક શ્રેષ્ઠ રીત છે. 
 
- તમે તમારા સાથીને કેટલી હદ સુધી પ્રેમ કરો છો એ કિસ બતાવે છે. 
 
 
- નિકટતા માટે જરૂરી - પ્રેમમાં નિકટતા કાયમ રહેવુ ખૂબ જરૂરી છે. ચુંબન જ એવો રસ્તો છે જે તમારા પાર્ટનરને તમારા એકદમ નિકટ લઈ આવે છે. 
 
- ખૂબસૂરત એહસાસ - જે રીતે પ્રેમ એક અહેસાસ છે તેમા તમને અનેક પ્રકારની ફિલીગ્સ આવે છે. ઠીક એ જ રીત હોઠથી હોઠ મિલાવવાનો પણ એક અલગ એહસાસ હોય છે.  જ્યારે તમે તમારા સાથીને કિસ કરો છો તો બંને અલગ જ દુનિયામાં ખોવાય જાવ છો. આ ક્ષણનો એહસાસ તમે ક્યારેય ભૂલી નહી શકો. 
 
- તનાવથી મુક્તિ - જો તમે કે તમારા સાથી કોઈ તનાવમાં છો તો તમે ફક્ત એક ચુંબનથી તેને દૂર કરી શકો છો. જો તમે કે તમારો પાર્ટનર કોઈ રીત તનાવમાં છે તો તમે તમારા સાથીને કિસ કરીને બાહોમાં જકડીને તેના હોઠ પર તમારા હોઠ ટિકાવી દો પછી જુઓ તમારો તનાવ ફુર્ર થઈ જશે. 
 
- રોમાંસ - જો તમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરો છો તો ચુંબન તમારા રોમાંસને અનેકગણુ વધારી દે છે. 
 
- ચુંબન તમને પ્રેમનો અહેસાસ કરાવે છે. 
 
- મતભેદને ઉકેલે છે. - જો તમારો સાથી તમારી કોઈ વાતને લઈને નારાજ છે.. તમારી લાખ કોશિશ છતા પણ માની નથી રહ્યો તો તમે તેને તમારી આહોશમાં જકડીને કિસ કરો. આવુ કરવાથી તમારો સાથી તરત જ માની જશે.