બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (17:56 IST)

ગુજરાતી જોક્સ - ચાલાકી પડી ભારે

એક ટ્રેન અંબાલાથી અમૃતસર તરફ જઈ રહી હતી... રાત્રે નવ વાગ્યે આખો ડબ્બો ખચાખચ ભરાય ગયો... 
જેઠાભાઈ પણ ચઢી ગયા પણ તેમને બેસવાની જગ્યા ન મળી.. તો તેમણે એક યુક્તિ અજમાવી અને સાંપ સાપ સાંપ થઈને બૂમાબૂમ કરી દીધી... !! 
લોકો ભયના માર્યા સામાન સહિત ઉતરીને બીજા ડબ્બામાં જતા રહ્યા.... 
 
એ ઠાઠથી ઉપરની સીટ પર પથારી પાથરીને સૂઈ ગયો.. આખો દિવસનો થાકેલો હતો તો જલ્દી સૂઈ ગયો... 
સવાર પડી.. તો ચાય... ચાય.. ના અવાજથી તે ઉઠ્યો અને ચા લીધી... તેણે ચા વાળાને પૂછ્યુ કે ક્યુ સ્ટેશન આવ્યુ.. ?
તો ચાવાળાએ જણાવ્યુ .. અમ્બાલા છે.. 
તેણે ફરી પુછ્યુ - ઓ ભાઈ આ અંબાલાથી તો નીકળી હતી ?
ચાવાળો બોલ્યો - આ ડબ્બામાં સાંપ ઘુસ્યો હતો એટલે આ ડબ્બાને છુટો કરીને ટ્રેન આગળ નીકળી ગઈ... !!!