અમારી વચ્ચે કડવાશ નથી - મિત્તલ

ગુવાહાટી| વેબ દુનિયા| Last Modified રવિવાર, 22 માર્ચ 2009 (12:07 IST)

ઉત્તરપૂર્વમાં ભાજપના સહ કન્વિનર સુધાંશુ મિત્તલે આજે સ્પષ્ટતા કરી હતી કે, તેમની અને ભાજપના મહામંત્રી અરૂણ જેટલી વચ્ચે કડવાશ વ્યાપી હોવાના સમાચાર મિડિયા દ્વારા ઉપજાવી કાઢેલા છે.

તેમણે ઊમેર્યું હતું કે, અને આસામ ગણ પરિષદ (એજીપી) વચ્ચે ચૂંટણી પૂર્વેનું જોડાણ રચવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

સુધાંશુ મિત્તલે જણાવ્યું હતું કે, અરૂણ જેટલીએ પણ કયારેય એવું કહ્યું નથી કે, તેમની અને મિત્તલ વચ્ચે કોઈ વૈચારિક મતભેદ હોય તે સંજોગોમાં અમારી બંને વચ્ચે કડવાશ વ્યાપી હોવાના સમાચાર મિડિયા દ્વારા ઊપજાવી કાઢવામાં આવ્યા છે.


આ પણ વાંચો :