અમિત શાહ પર ત્રણ ત્રણ ખૂનના આરોપો છે - કપિલ સિબ્બલ

kapil sibbal
નવી દિલ્હી.| Last Modified સોમવાર, 21 એપ્રિલ 2014 (14:25 IST)

કેન્દ્રીય કાયદા મંત્રી કપિલ સિબ્બલે પ્રેસ વાર્તાના માધ્યમથી સોમવારે માહિતી આપતા જણાવ્યુ કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદીના ખાસ ત્રણ હત્યાના આરોપી છે. તેમણે કહ્યુ કે વંજારા બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસે મહત્વની ભૂમિકા ભજવી છે. આ સમગ્ર મામલો પ્રજાપતિ એનકાઉંટર કેસ સાથે જોડાયો છે.

સિબ્બલે એ તથ્યોના સહારે સીધા મોદી પર નિશાન સાધ્યો. તેમણે કહ્યુ કે એક બાજુ તો મોદી કહે છે કે સંસદમાં ભ્રષ્ટ લોકો માટે કોઈ સ્થાન ન હોવુ જોઈએ પણ પોતે હત્યાના આરોપીની સાથે બેસીને ચા પીએ છે. સિબ્બલે એ પણ જણાવ્યુ કે ગુજરાતમાં જે પણ બનાવટી એનકાઉંટર થયા છે એ બધી વાતોની માહિતી મુખ્યમંત્રી ઓફિસને હતી મતલબ મોદીને જાણ હતી.


આ પણ વાંચો :