1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

અયોધ્યા મુદ્દો : અડવાણી ઠાકરેને હાઈકોર્ટની નોટિસ

N.D
સર્વોચ્ચ ન્યાયાલયે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણે, મુરલી મનોહર જોશી, શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે સહિત કુલ 21 લોકોને અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાબતે નોટિસ રજૂ કરી છે.

આ નોટિસ કેન્દ્રીય તપાસ બ્યુરોની એ અરજી પછી આપવામાં આવી છે, જેમા તેણે આ 21 ભાજપા અને અન્ય હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા નેતાઓને બાબરી મસ્જિદ તોડવાના ષડયંત્ર રચવાના આરોપમાં અભિયુક્ત બનાવવાની મંજૂરી માંગી હતી.

બાબરી વિધ્વંસ બાબતે સીબીઆઈએ સર્વોચ્ચ કોર્ટમાં રાયબરેલીની કોર્ટમાં એ નિર્ણયને પડકાર આપ્યો હતો, જેમા ભાજાઅ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત 20 નેતાઓન્મે બાબરી મસ્જિદના વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર મુદ્દો નોંધવાની મંજૂરી નહોતી. સીબીઆઈએ અડવાણી ઉપરાંત આ બાબતે મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને બાળ ઠાકરેને પણ આરોપી બનાવ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બાબરી વિધ્વંસ બાબતે નોધાયેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યુ હતુ કે મસ્જિદ તોડવા માટે આ તમામ લોકોએ અપરાધિક ષડયંત્ર રચ્યુ હતુ. જેના આધાર પર સીબીઆઈની હાઈકોર્ટે આ લોકો વિરુદ્ધ અપરાધિક કેસ ચલાવવાનો આદેશ માંગ્યો હતો.