આજે મોદીની વારાણસીમાં 'વિજય શંખનાદ રેલી', ચુસ્ત બંદોબસ્ત

PIB
બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસી રાજા તળાવ મેદાનમાં પોતાની પાંચમી વિજય શંખનાદ રેલીને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોશી અને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ સહિત અનેક વરિષ્ઠ નેતા રેલીમાં હાજર રહેશે. નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ દ્વારા બાબા વિશ્વનાથ અને સંકટ મોચન મંદિરના દર્શન કાર્યક્રમથી સુરક્ષા બંદોબસ્ત કરવાને લઈને સરકારની શ્વાસ અટકી છે. મોદીને આગ્રહ કરવામાં આવ્યો છે કે તે મંદિરોમાં દર્શન કરવા માટે ન જાય. પણ બીજેપી સરકારના આ આગ્રહને માનવા તૈયાર નથી.

વારાણસી| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 20 ડિસેમ્બર 2013 (11:11 IST)
.
યૂપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીનુ કહેવુ છે કે મંદિર દર્શનના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવે. વિશેષ વિમાનથી નરેન્દ્ર મોદી અને રાજનાથ સવારે 11 વાગ્યે બાવતપુર એયરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી હેલીકોપ્ટર દ્વારા બીએચયૂ પહોંચશે અને ત્યાથી સડક માર્ગ દ્વારા મંદિર દર્શન માટે રવાના થશે. રેલીની સુરક્ષા માટે યૂપી પોલીસ સાથે ગુજરાત પોલીસ ઉપરાંત કેન્દ્રીય બળ પણ છે. રેલીસ્થળ પર 2400થી વધુ પોલીસ કર્મચારી ડ્યુટી પર રહેશે. મોદીની ઉપ્રમાં આ પાંચમી રેલી રહેશે. આ પહેલા કાનપુર, ઝાંસી, બહરાઈચ અને આગ્રામાં તેમની રેલી થઈ ચુકી છે.


આ પણ વાંચો :