આસારામના આશ્રમની વોર્ડન શિલ્પીનું સરેંડર

જોધપુર | વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2013 (12:01 IST)

:
P.R
છેલ્લા કેટલાક દિવસોથી કિશોરી બાળાના યૌન શોષણા આરોપમાં ભોગવી રહેલા આસારામનાં છિંદવાડા આશ્રમની વૉર્ડન શિલ્પીએ સરેન્ડર કર્યુ હતુ. હાઇકોર્ટે શિલ્પીની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેણે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યુ હતુ. હવે કોર્ટની ઔપચારિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ શિલ્પીને કસ્ટડીમાં લેશે.
આ મામલે તમામ આરોપીઓની ધરપકડ થયા બાદ હાઇકોર્ટમાં 1 ઑક્ટોબરે આસારામની જામીન અરજી પર બચાવ પક્ષ દ્વારા દલીલો રજૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે જોધપુર નજીકનાં મણાઇ આશ્રમમાં 15 ઑગસ્ટે આસારામે જાતીય શોષણ કર્યુ હોવાની ફરિયાદ સગીર યુવતીએ દિલ્હી પોલીસ મથકમાં નોંધાવી હતી. અને 31 ઑગસ્ટે આસારામની ધરપકડ કરવામાં આવી હતી.


આ પણ વાંચો :