આસારામ બાપૂના મોતની અફવાથી હંગામો

નવી દિલ્હી.| વેબ દુનિયા| Last Modified શનિવાર, 6 એપ્રિલ 2013 (13:19 IST)

P.R
સંત આસારામ બાપૂ હંમેશા વિવાદોમાં રહે છે. એવુ લાગે છે જાણે કે આસારામ નથી શોધતા પણ વિવાદ તેમને શોધી લે છે. આ વખતે પણ કંઈક આવુ જ થયુ. 'જિપડોટનેટ સેવા' પર કોઈએ અજ્ઞાત લાશના સ્થાન પર આસારામ બાપૂનો ફોટો અપલોડ કરી દીધો, જેનાથી હંગામો થઈ ગયો. આ ઘટના પછી એસએસપીએ જાતે આસારામની ફોટોને એ સાઈટ પરથી હટાડવાનો આદેશ આપ્યો.

બીજી બાજુ આસારામના આશ્રમના મીડિયા પ્રભાવી ડોક્ટર સુનીલ વાનખેડેએ આને બાપૂને બદનામ કરવાનુ ષડયંત્ર બતાવ્યુ. તેમણે કહ્યુ કે છેલ્લા કેટલાક સમયથી આસારામને દેશમાં બદનામ કરવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે.


આ પણ વાંચો :