1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 5 જુલાઈ 2014 (11:31 IST)

ઈરાકથી નર્સોને લઈને મુંબઈ પહોંચ્યુ એયર ઈંડિયા વિમાન

ઈરાકથી 46 ભારતીય નર્સો નએ 137 અન્ય લોકોને લઈને એયર ઈંડિયાનુ વિમાન આજે સવારે મુંબઈ પહોંચી ગયુ. આ નર્સોને ઈરાકી ચરમપંથી સંગઠન આઈએસઆઈએસે મુક્ત કર્યા છે. 
 
ઈરાકી શહેર એરબિલથી 183 ભારતીય નાગરિકોને લઈને એયર ઈંડિયાનુ વિમાન સવારે 8:43 વાગ્યે મુંબઈમાં ઉતાર્યુ. 
 
આ વિમાન મુંબઈમાં તકનીકી લેંડિંગના રૂપમાં ઉતર્યુ જ્યા વિમાનમાં ઈંધણ ભરવામાં આવશે અને ખાનપાનની આપૂર્તિ હશે. એયર ઈંડિયાના અધિકારીઓએ જણાવ્યુ કે આ વિમાન સવારે 9.55 વાગ્યે કોચ્ચિ રવાના થશે અને દિવસમાં 11 વાગીને 55 મિનિટ પર ત્યા પહોંચશે.  
 
અધિકારીઓ મુજબ કોચ્ચિથી આ વિમાન દિવસમાં 12.55 વાગ્યે હૈદરાબાદ માટે રવાના થશે અને સવારે 2.25 પર ત્યા પહોંચશે. આ વિમાનનું છેલ્લુ સ્ટોપ દિલ્હી હશે જ્યા તે સાંજે   5:40 પર ઉતરશે.  
     
નર્સો ઉપરાંત આ વિમાનમાં ઉત્તરી ઈરાકના કિરકુકથી કાઢવામા આવેલ 70 લોકો સહિત 137 અન્ય ભારતીય પણ સવાર છે.  સદ્દામ્મ હુસૈનના નગર ટિકરિત સ્થિત એક હોસ્પિટલમાં કામ કરી રહેલ નર્સોના કડવા અનુભવની શરૂઆત ત્યારે થઈ જ્યારે 9 જૂનના રોજ ઈસ્લામિક સ્ટેટ ફોર ઈરાક એંડ સીરિયા (આઈએસઆઈએસ)એ હુમલાની શરૂઆત કરી.  
 
નર્સોના મુજબ ગુરૂવારે તેમની ઈચ્છા વિરુદ્ધ ટિકરિતથી 250 કિલોમીટર દૂર આતંકવાદીઓના કબજા  હેઠળના મોસૂલ શહેરમાં લઈ જવામાં આવી નએ ત્યા તેમને કેદ કરવામાં આવી. એરબિલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક મોસૂલથી લગભગ 80 કિલીમીટર દૂર છે. 
    
સંયુક્ત સચિવ સ્તરના એક આઈએફએસ અધિકારી અને કેરલથી એક મહિલા આઈએએસ અધિકારી ચાર્ટર્ડ ઉડાનમાં આવી રહેલ ભારતીય અધિકરીઓમાં સમાવેશ છે. કોચ્ચિમાં એયર ઈંડિયાના પ્રવકતાએ જણાવ્યુ કે ઉડાનમાં ચાલક દળના 23 સભ્યો સહિત 183 મુસાફરો અને ત્રણ સરકારી અધિકારીઓ સવાર છે.